બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / rising bharat summit 2024 amit shah slams rahul gandhi and india alliance on electoral bonds

Electoral Bond / '1600 કરોડનો હપ્તો ક્યાંથી વસૂલી લાવ્યાં', અમિત શાહે રાહુલ ગાંધી પાસેથી માગ્યો જવાબ

Ajit Jadeja

Last Updated: 09:33 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાઇઝિંગ ભારત સમિટ 2024માં ચૂંટણી બોન્ડ્સ પર ઉઠાવવામાં આવતા પ્રશ્નોના હિંમતભેર જવાબ આપ્યા છે.

rising bharat summit 2024: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાઇઝિંગ ભારત સમિટ 2024માં ચૂંટણી બોન્ડ્સ પર ઉઠાવવામાં આવતા પ્રશ્નોના હિંમતભેર જવાબ આપ્યા છે. હપ્તા વસુલીના રાહુલ ગાંધીના નિવેદન પર અમિત શાહે કહ્યુ કે તો પછી 1600 કરોડ રૂપિયાનો હપ્તો તેમણે શા માટે લીધો? તેનો હિસાબ મળવો જોઈએ.રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2024માં ઇલેક્ટોરલ બોન્ડ પર ઉઠાવવામાં આવતા પ્રશ્નોના જવાબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંમતભેર આપ્યા હતા. રાહુલ ગાંધી અને INDI ગઠબંધનના ઈરાદાઓ પર સવાલ ઉઠાવતા ભાજપને મળેલા દાનની પારદર્શક વ્યવસ્થા વિશે જણાવ્યું હતું. હપ્તા વસુલીના રાહુલ ગાંધીના નિવેદન પર અમિત શાહે કહ્યું કે તો પછી 1600 કરોડ રૂપિયાનો હપ્તો તેમણે શા માટે વસુલ્યો? તેનો હિસાબ મળવો જોઈએ. તેમને 1600 કરોડ રૂપિયા પણ મળ્યા છે. અમને 6000 કરોડ રૂપિયા મળ્યા છે અને ઘમંડી INDI ગઠબંધનને પણ 6000 કરોડ રૂપિયા મળ્યા છે. એક પૈસો ઓછો મળ્યો નથી.શાહે કહ્યું કે રાહુલ ગાંધી પહેલા હિસાબ આપે કે તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? અમે કહીએ છીએ કે ભાજપને મળેલા દાનમાં એક પૈસો પણ નથી, તે પારદર્શક રીતે લાવેલું શુદ્ધ દાન છે. રાહુલ ગાંધી પોતે સ્વીકારી રહ્યા છે કે ચૂંટણી બોન્ડ સિસ્ટમ હપ્તા વસુલીનો મામલો છે,તો તેમણે 6000 કરોડ રૂપિયાનો હિસાબ આપવો જોઈએ. TMC, NCP ક્યાંથી લાવ્યા?

ચૂંટણી વ્યવસ્થામાં કાળા નાણાનો ઉપયોગ વધશે

ઈલેક્ટોરલ બોન્ડ અંગેના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલત જે પણ નિર્ણય લે છે, દેશના તમામ લોકો તેનાથી બંધાયેલા છે. હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું. પરંતુ હું ચોક્કસપણે મારો અંગત મત ચૂંટણી બોન્ડ પર આપવા માંગુ છું. ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કાળું નાણું રાજકારણમાંથી નાબૂદ થવાની અણી પર હતું, પરંતુ આ નિર્ણયથી ચૂંટણી પ્રણાલીમાં કાળા નાણાનું વર્ચસ્વ ફરી વધશે. કેમ કે રાહુલ જીના નેતૃત્વમાં સમગ્ર ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી બોન્ડની વિરુદ્ધ હતું. તે ઈચ્છતા હતા પહેલાની જેમ જ કટ મની ફરી એકવાર રાજનીતિ પર હાવી હોવું જોઇએ.

બોન્ડ લાવીને વિપક્ષના ઈરાદા તોડ્યા હતા

શાહે કહ્યું કે પહેલા દાન રોકડમાં આવતું હતું. ધારો કે પહેલા કોઈ વ્યક્તિ 1500 રૂપિયા રોકડમાં દાન આપતી હતી. તેમાંથી પાર્ટીમાં 100 રૂપિયા જમા કરાવતો હતો અને બાકીના 1400 રૂપિયા પોતાના ઘરે લઇ જવાતા હતા. અને સ્વિસ બેંક અથવા અન્ય કોઈ દેશમાં જ્યાં ટેક્સ, દાન વગેરેની માહિતી આપવામાં આવતી નથી ત્યાં મોકલી લેવામાં આવતા હતા. બોન્ડ મેળવ્યા પછી આખા પૈસા ચેક દ્વારા પાર્ટીના ખાતામાં જાય છે. રાહુલ જીના નેતૃત્વમાં આ આખું જૂથ જૂની ચીજોનું આદિ છે. તેઓ ઈચ્છે છે કે પાર્ટીને દાન મળે કે ન મળે, ચૂંટણી માટે કોઈ ખર્ચ થાય કે ન થાય, તેમની પેઢીઓ ખૂબ જ સારું જીવન જીવી શકે. મોદીજીએ બોન્ડ રજૂ કરીને આ મુદ્દા પર હુમલો કર્યો છે.

આ પણ વાંચોઃ શેકાઈ જવાશે ! ગુજરાતમાં હીટવેવની આગાહી, આટલા ઠેકાણે પડશે ભયંકર ગરમી

ભાજપે ચૂંટણી દાનમાં પારદર્શિતા અપનાવી

અમિત શાહે કહ્યું કે 2014માં ભાજપને જેટલા દાન મળ્યા હતા તેમાંથી 81 ટકા રોકડ દ્વારા આવ્યા હતા. જેમાં કોઈના નામનો ઉલ્લેખ નહોતો. 20-20 હજાર રૂપિયા જમા કરાવતા હતા. 2018માં આ દાન 81 ટકાથી ઘટીને 17 ટકા થયું છે. 2023માં તે ઘટીને 3 ટકા થઈ જશે. અમારી પાર્ટીએ આ અંગે પારદર્શિતા અપનાવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ