બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ricky Ponting's son got shy seeing Virat, Pant said - One day he will play for Delhi, VIDEO viral

IPL 2023 / કોહલીને જોઈ શરમાવા લાગ્યો રિકી પોન્ટિંગનો પુત્ર, પંતે કહ્યું- એક દિવસ દિલ્હી તરફથી રમશે, VIDEO વાયરલ

Megha

Last Updated: 10:32 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ બેંગ્લોરના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને મળ્યા હતા અને આ મીટિંગ દરમિયાન પોન્ટિંગની સાથે તેનો પુત્ર ફ્લેચર પોન્ટિંગ પણ ત્યાં હાજર હતો.

  • બેંગ્લોર અને દિલ્હી વચ્ચે આજે એમ ચિન્નાસ્વામી મેદાનમાં મેચ
  • પોન્ટિંગની સાથે તેનો પુત્ર ફ્લેચર વિરાટ કોહળીને મળ્યો 
  • દિલ્હી કેપિટલ્સે એ મુલાકાત સિવાય બીજી ઘણી તસવીરો શેર કરી 

IPL 2023માં અત્યાર સુધી ઘણી રોમાંચક મેચો થઈ છે અને એ કારણે જ લીગને લઈને ચાહકોનો ઉત્સાહ વધુ વધ્યો છે. જણાવી દઈએ કે કેટલીક ટીમો આવી રોમાંચક મેચો જીતવામાં સફળ રહી છે તો બેંગ્લોર અને દિલ્હી આવી મેચોમાં થોડી કમનસીબ રહી છે.

એવામાં આ લખનૌ સામેની રોમાંચક મેચમાં બેંગ્લોરને 1 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો તો દિલ્હીનો મુંબઈ સામે પરાજય થયો હતો. હવે વાત એમ છે કે આ બંને ટીમો આમને સામને થવાની છે. એટલે કે બેંગ્લોર અને દિલ્હી વચ્ચે આજે એટલે કે 15મી એપ્રિલે એમ ચિન્નાસ્વામી મેદાનમાં મેચ રમાવાની છે.

15મી એપ્રિલે યોજાનારી મેચ માટે બંને ટીમ પ્રેક્ટિસમાં કરી રહી છે પણ આ બધા વચ્ચે મેચ પહેલા દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ બેંગ્લોરના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને મળ્યા હતા અને આ મીટિંગ દરમિયાન પોન્ટિંગની સાથે તેનો પુત્ર ફ્લેચર પોન્ટિંગ પણ ત્યાં હાજર હતો.

દિલ્હી કેપિટલ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મુલાકાતનો એક વીડિયો શેર કર્યો છે અને એ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે રિકી તેના પુત્રને કોહલીને મળવાનું કહે છે ત્યારે પુત્ર ફ્લેચર શરમાઈ જાય છે. હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જોકે બાદમાં તેણે વિરાટ સાથે થોડી વાત પણ કરી હતી. આ સાથે જ એ મુલાકાત દરમિયાન વિરાટ કોહલી અને રિકી પોન્ટિંગ લાંબા સમય સુધી હસતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા.

દિલ્હી કેપિટલ્સે એ મુલાકાત સિવાય બીજી ઘણી તસવીરો અને વિડીયો અપલોડ કર્યો છે અને એવા જ એક ટ્વિટમાં ઋષભ પંતે રિકી પોન્ટિંગના પુત્રની પસંદગી પર ફની પ્રતિક્રિયા આપી હતી. પંતે કહ્યું- અત્યારે ખૂબ જ નાનો છે રિકી... આશા છે કે એક દિવસ તે દિલ્હી માટે રમશે.

નોંધનીય છે કે આઈપીએલની આ સીઝન અત્યાર સુધી બેંગ્લોર અને દિલ્હી બંને માટે સારી રહી નથી. મેચણઆ આંકડાની વાત કરીએ તો બેંગલોર તેની અત્યાર સુધી રમાયેલી ત્રણમાંથી બે મેચ હારી છે અને બેંગ્લોર માત્ર મુંબઈ સામે જ જીતવામાં સફળ રહ્યું છે.

બીજી તરફ દિલ્હીએ અત્યાર સુધી રમાયેલી ચારેય મેચોમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. મુંબઈ સામેની હાર નજીક હતી. તે સિવાય તમામ મેચોમાં દિલ્હી લગભગ એકતરફી હાર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ