બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Ravindra Jadeja set a historic record, Starc and Cummins are nowhere near

સ્પોર્ટસ / 2023માં બાપુનો દબદબો : રવીન્દ્ર જાડેજાએ બનાવ્યો ઐતિહાસિક રેકૉર્ડ, સ્ટાર્ક અને કમિન્સ તો ક્યાંય આસપાસ પણ નથી

Priyakant

Last Updated: 11:12 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ravindra Jadeja Latest News: રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લીધી, જાડેજાએ ઓસ્ટ્રેલિયાનામિચેલ સ્ટાર્ક અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીને પાછળ છોડી દીધા

  • ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે વર્ષ 2023 બોલર તરીકે સારું રહ્યું
  • રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લીધી
  • રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2023માં ત્રણેય ફોર્મેટમાં મળીને સૌથી વધુ 66 વિકેટ લીધી

Ravindra Jadeja News : ટીમ ઈન્ડિયા વર્ષ 2023માં ભલે ODI વર્લ્ડ કપ જીતવામાં સફળ ન રહી હોય, પરંતુ આ વર્ષ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ માટે ઘણું સારું રહ્યું છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે વર્ષ 2023 બોલર તરીકે ઘણું સારું રહ્યું છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. આ મામલે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીને પાછળ છોડી દીધા છે.

File Photo

જાડેજાએ વર્ષ 2023માં લીધી સૌથી વધુ વિકેટ  
વર્ષ 2023માં રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2023માં ત્રણેય ફોર્મેટમાં મળીને સૌથી વધુ 66 વિકેટ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્પિન બોલર કુલદીપ યાદવ આ યાદીમાં બીજા સ્થાને છે. કુલદીપ યાદવે આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 63 વિકેટ લીધી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પણ 63 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીનું નામ આ યાદીમાં 62 વિકેટ સાથે ચોથા સ્થાન પર છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું નામ પાંચમા નંબર પર આવે છે. મોહમ્મદ સિરાજે વર્ષ 2023માં 60 વિકેટ પોતાના નામે કરી છે.

File Photo

જાડેજા બીજી ટેસ્ટમાં રમશે ? 
ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સાથે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા 0-1થી પાછળ રહી ગઈ છે. હવે શ્રેણીની બીજી અને છેલ્લી મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા રમે તેવી શક્યતા છે. રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ