બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Rape case cannot force man to fulfil promise to marry: Court

ન્યાયિક / અમદાવાદ કોર્ટનો મહત્વનો ચુકાદો, 'રેપ કેસ લગ્નનું વચન પુરુ કરવા કોઈને ફરજ ન પાડી શકે'

Hiralal

Last Updated: 03:38 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેપ કેસની સુનાવણીમાં અમદાવાદની સેશન્સ કોર્ટ પરણિતા સાથેના રેપના આરોપી બેન્ક કર્મચારીને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યો છે.

  • રેપ કેસની સુનાવણીમાં અમદાવાદની સેશન્સ કોર્ટની ટીપ્પણી
  • પરણિતા સાથેના રેપના આરોપી બેન્ક કર્મચારી નિર્દોષ જાહેર
  • મહિલાએ મૂક્યો હતો લગ્નની લાલચ આપીને રેપનો આરોપ 

અમદાવાદની સેશન્સ કોર્ટે રેપ કેસની સુનાવણી કરતાં એવો ચુકાદો આપ્યો હતો કે બળાત્કારનો કેસ એ કોઈ પુરુષને લગ્નનું વચન પૂરું કરવા માટે દબાણ કરવાનો આધાર નથી. આ મુજબનું અવલોકન કરતાં કોર્ટે પરિણીત મહિલા દ્વારા આરોપિત એક બેંક કર્મચારીને લગ્નના ખોટા વચન પર તેના પર બળાત્કાર કરવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો.

લગ્ન માટે માતાપિતા તૈયાર ન થતાં યુવાન ફરી ગયો 
આ કેસના આરોપી ભાવેશ પટેલ સામે જે મહિલાએ રેપનો આરોપ મૂક્યો હતો તેના માતાપિતા મહિલા સાથેના લગ્ન માટે તૈયાર નહોતા. કારણ કે મહિલાને તેના પહેલા લગ્નથી બે બાળકો હતા. 2020ની સાલમાં આ બધું થયુ હતું ભાવેશે મહિલાને તેના માતાપિતા સાથે પરિચય કરાવ્યો હતો અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પટેલે જ્યારે મહિલાને જણાવ્યું કે તે તેની સાથે લગ્ન કરી શકશે નહીં, ત્યારે તેણે તેની સામે આઈપીસીની કલમ 2020, 376 અને 420 (506) હેઠળ એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેના પર લગ્નનું વચન આપ્યા પછી બળાત્કાર કરવાનો અને છેતરપિંડી અને ગુનાહિત ધાકધમકીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
મહિલાએ દાવો કર્યો હતો કે 2019માં થયેલા તેના પહેલા લગ્નથી તેના બે બાળકો છે.

શું બની હતી ઘટના 
બેન્ક કર્મચારી ભાવેશે મહિલાને લોન લેવામાં મદદ કરી હતી અને આ દરમિયાન બન્ને પ્રેમમાં પડ્યાં હતા. ફરિયાદ મુજબ આરોપીએ તેને પતિ સાથે છૂટાછેડા લેવા માટે કહ્યું હતું જેથી તેઓ લગ્ન કરી શકે. તે મુજબ, તેણે 100 રુપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને છુટાછેડા લઈ લીધા હતા પરંતુ બે વર્ષ બાદ ભાવેશ લગ્ન કરવામાંથી ફરી જતાં મહિલા રેપનો કેસ દાખલ કર્યો હતો. 

36 વર્ષની ઉંમરે મહિલાને નાદાન ન ગણી શકાય 
પટેલ પર કેસ ચાલી જતાં એડિશનલ સેશન્સ જજ અમનદીપ સિબિયાએ મહિલાના એવા આરોપોનો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો કે તેની સાથે લગ્નની લાલચ આપીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે મહિલાના છૂટાછેડા માન્ય નથી અને આરોપી સાથે તેના લગ્ન શક્ય નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે 2017માં કથિત ઘટનાઓ સમયે મહિલા 36વર્ષની હતી અને બે બાળકોની માતા હતી. જ્યારે તે પહેલેથી જ પરિણીત હતી ત્યારે કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તે એટલી નાદાન ન હોઈ શકે.

આરોપીને છોડી મૂકતા કોર્ટે કરી આ ધારદાર દલીલ
આરોપી સાથે સંબંધ બાંધતી પરણિત મહિલા એમ ન કહી શકે કે તેણે લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે છેતરપિંડી કરી હતી, "કારણ કે આરોપી માટે કાનૂની છૂટાછેડા ન લેનારી પરિણીત મહિલા સાથે લગ્ન કરવાનું શક્ય નથી. આરોપીએ ફરિયાદી (પીડિતા)ને તેના માતાપિતા સાથે પરિચય કરાવવા માટે લઈ ગયો હતો, પરંતુ તેઓએ લગ્ન માટે તેમની સંમતિ આપી ન હતી. આ સંજોગોમાં આરોપીએ તેની સાથે છેતરપિંડી કરી હોવાનું કહી શકાય નહીં. કલમ 375 આઈપીસી હેઠળ કાર્યવાહી એ લગ્નના વચનને લાગુ કરવાની રીત નથી, "કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરતી વખતે જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ