બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot, the road will be made by white topping method

વિકાસની વાત / રાજકોટમાં બનશે વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ, 3.5 કરોડ રૂપિયાનો થશે ખર્ચ, ખાડા-તિરાડ મુક્ત બનશે રંગીલો શહેર

Dinesh

Last Updated: 10:08 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટ શહેરના કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરપાસ સુધીના મુખ્ય માર્ગ પર બંને બાજુ કાલાવડ રોડ સહિત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ‘વ્હાઇટ ટોપીંગ’ કરવામાં આવશે

સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રંગીલા રાજકોટના રાજમાર્ગો મુંબઈના માર્ગો જેવા બનશે. વ્હાઈટ ટોપિંગ ટેક્નોલોજીના ઉપયોગથી માર્ગો ટકાઉ અને મજબૂત બનશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોને ‘વ્હાઇટ ટોપીંગ’ ટેકનોલોજી વડે ટકાઉ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. 

ફાઈલ તસવીર

વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી બનશે રોડ
જેમાં રાજકોટ શહેરના કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરપાસ સુધીના મુખ્ય માર્ગ પર બંને બાજુ કાલાવડ રોડ ઉપર, તેમજ બાલાજી હોલથી આવાસ યોજના સુધી ધોળકીયા સ્કુલવાળા રોડ ઉપર અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ‘વ્હાઇટ ટોપીંગ’ કરવામાં આવશે. જેનાંથી રસ્તાની આવરદા ઘણી વધી જશે. અને પાણી ભરાવા સહિતની સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે. 

ફાઈલ તસવીર

મહાપાલિકાએ હાથ ધર્યો પાયલોટ પ્રોજેક્ટ
તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં આ માટે રૂપિયા 3.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા રોડની કામગીરી માટે ખાસ સેલની રચના પણ કરવામાં આવી છે. આવનારા ભવિષ્યમાં શહેરનાં તમામ મુખ્ય રસ્તાઓને પણ આ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવશે.

વાંચવા જેવું: 'મારુ અને મારુ પિતાનું નામ બસ નામ જણાવો' પરચીધારી બાબાને ભક્તની ચેલેન્જ, પછી જોવા જેવુ થયું

ખાડા, તિરાડ રહિત બનશે રોડ
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2021માં મનપાના ઈજનેર વાય કે ગોસ્વામી વ્હાઈટ ટોપિંગ ટેક્નોલોજીના અભ્યાસ અર્થે મુંબઈ અને પૂણે ગયા હતા. જેના 15 મહિના બાદ નવી પદ્ધતિથી રોડ બનાવવા અંગે પ્રથમ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. મુંબઈ જેવા મહાનગરોમાં આ પદ્ધતિ કારગર બનતા રાજકોટમાં ઉપયોગ લેવાશે. હવે આગામી સમયમાં આ પદ્ધતિથી શહેરમાં 48 માર્ગોને બનાવવામાં આવશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ