બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rain may hit districts including Amreli, Valsad today, cloud of danger tomorrow

માઠી આગાહી / અમરેલી, વલસાડ સહિતના જિલ્લાઓમાં આજે ત્રાટકી શકે વરસાદ, હજુ આવતીકાલે પણ સંકટના વાદળ

Vishal Khamar

Last Updated: 09:47 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટી જવા પામ્યો હતો.

  • ભર શિયાળામાં કમોસમી વરસાદની કરી આગાહી
  • કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડૂતો ચિંતીત
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પડી શકે છે કમોસમી વરસાદ

 રાજ્યમાં ભર શિયાળે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીનાં તાત એવા ખેડૂતોમાં ફરી ચિંતાનો મોજું ફરી વળ્યું હતું. ત્યારે સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આગામી બે થી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાં પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તેમજ કડકડતી ઠંડીથી લોકોને રાહત પમ મળી શકે છે. તેમજ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. 

રામાશ્રય (વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)

આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ ગુજરાતનાં બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી. ત્યારે સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે. 

તેમજ હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરી સોમવારે સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.  તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું.

તેમજ 9 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડથીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે આગામી દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. 

gujarat rain alert next 5 day One more system became active in the Arabian Sea

સોમવારે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી વલસાડ જીલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. તો તિથલ તેમજ આસપાસનાં વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો. 

આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, 8 થી 9 જાન્યુઆરી દરમ્યાન રાજ્યમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે દેશનાં પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા પણ થઈ શકે છે.

વધુ વાંચોઃ વિકાસની વરવી વાસ્તવિકતા: અમદાવાદ-ધોળકા રોડને ફોરલેન કરવાનું કામ 4 વર્ષથી ટલ્લે ચઢ્યું, લોકોમાં ભારેલો અગ્નિ


રવિવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 13.7 ડિગ્રી, તો વડોદરામાં 15.2 ડિગ્રી, ભુજનું 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી તો નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ