બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Rain in many areas in Gujarat, leaves lying in the open in the yard got soaked

કમોસમી વરસાદ / માવઠાએ માજા મુકી,વીજળીએ લીધો બેના ભોગ,ગાજવીજ સાથે ગુજરાતમા અનેક વિસ્તારમા વરસાદ,યાર્ડમા ખુલ્લામા પડેલી જણસ પલળી

Vishal Khamar

Last Updated: 07:19 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 1 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પણ પાટણ, બહુચરાજી, મોરબી, રાજકોટ સહિતનાં વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે વીજળી પડતા બે વ્યક્તિનાં મોત નિપજ્યા છે.

  • મોરબી શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોમસમી વરસાદ,
  • ઘુટું, મીતાણા, ટંકારા સહિતના વિસ્તારોમાં વરસાદ
  • હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ કમોસમી વરસાદ

મોરબી શહેર અને જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘુંટું, મીતાણા, ટંકારા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજુ ચાર દિવસ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાઈ ગયા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદથી લોકોને ગરમીમાં રાહત થવા પામી હતી. 

  • અમરેલીના ખાંભા પંથકમાં કમોસમી વરસાદ
  • સમઢિયાળા સહિતના આસપાસના ગામમાં વરસાદ
  • સાવરકુંડલામાં પણ વરસાદી ઝાપટા પડ્યા

અમરેલીનાં ખાંભા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સમઢિયાળા સહિતનાં આસપાસનાં ગામમાં વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં પણ વરસાદી ઝાપટા પડયા હતા. ત્યારે વરસાદ થતા ખેડૂતોનાં પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. 

  • મહેસાણાના બહુચરાજી તાલુકામાં કમોસમી વરસાદ
  • ગાજવીજ અને ભારે પવન સાથે તાલુકામાં વરસાદ
  • કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

મહેસાણાનાં બહુચરાજી તાલુકામાં કમોસમી વરસાદ પડયો હતો.  ગાજવીજ અને ભારે પવન સાથે તાલુકામાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  

  • પાટણ જિલ્લાનુ વાતાવરણ અચાનક પલટાયુ
  • હારીજ શહેરમાં બદલાયુ વાતાવરણ
  • હારીજમાં ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ

પાટણ જીલ્લાનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. હારીજ શહેરમાં વાતાવરણ બદલાતા ધીમી ધારે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો હતો.  વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. 

  • પાટણમાં કમોસમી માવઠાએ લીધો યુવાનનો જીવ
  • વર્લ્ડ હેરિટેજ સાઈડ રાણીનીવાવ જોવા આવેલ બે યુવાનો પર પડી વિજળી
  • એક યુવાનનું ઘટના સ્થળે નિપજ્યું મોત જ્યારે બીજો યુવાન ગંભીર રીતે દાઝી ગયો

પાટણમાં કમોસમી માવઠાએ બે યુવકોનો જીવ લીધો છે. ત્યારે વર્લ્ડ હેરિટેજ સાઈડ રાણીની વાવ જોવા આવેલા બે યુવાનો પર વીજળી પડી હતી. વીજળી પડતા એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજો યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. 

  • પાટણ હારીજના માર્કેટિંગ યાર્ડની બેદરકારી આવી સામે
  • યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં, જીરું, ચણા, એરંડાનો પાક પલળ્યો
  • હવામાન વિભાગની આગાહી બાદ પણ યાર્ડની બેદરકારી

પાટણ હારીજ માર્કેટ યાર્ડની બેદરકારીને કારણે યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં. જીરૂ. ચણા તેમજ એરંડાનો પાક પલળ્યો હતો.  હવામાન વિભાગની આગાહી બાદ પણ યાર્ડની બેદરકારી સામે આવી છે. વરસાદને કારણે માર્કેટયાર્ડમાં પાક પલળતા નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. ખેડૂતો પાસેથી ખરીદેલી જણસનો જથ્થો વરસાદમાં પલળ્યો હતો. વેપારીઓએ ખરીદેલો અને ખેડૂતોએ રાખેલો જથ્થો પલળ્યો હતો. 

  • રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા
  • મવડી રોડ, યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ વિસ્તારમાં વરસાદ
  • શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

રાજકોટ શહેરનાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે મવડી રોડ, યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદથી કેરીનાં પાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. ખેડૂતોનાં ઘાસચારાને પણ નુકશાન થવાની શક્યતા છે. 

  • પાલનપુરમાં વીજળી પડતા 15 વર્ષીય તરૂણનું મોત
  • ખેતરના શેઢા પરથી પસાર થતા સમયે તરૂણ પર પડી વીજળી
  • વીજળી પડતા તરૂણ 15 ફૂટ જેટલો દૂર ફેંકાયો
વીજળી પડતા તરૂણનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ

પાલનપુરમાં વીજળી પડતા 15 વર્ષીય તરૂણનું મોત નિપજ્યું છે.  ખેતરના શેઢા પરથી પસાર થતા સમયે તરૂણ પર પડી વીજળી પડી હતી.  વીજળી પડતા તરૂણ 15 ફૂટ જેટલો દૂર ફેંકાયો હતો. જમીન પર પટકાતા તરૂણનુ મોત નિપજ્યું. 15 દિવસ બાદ મૃતકના ભાઈના લગ્ન હતા. લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો.

  • રાજકોટમાં વરસાદ થતા વેપારીઓને નુકસાન
  • બેડી માર્કેટ યાર્ડમાં વેપારીઓની જણસી પલળી
  • ઘઉં, જીરુ, ધાણાના મોટા પ્રમાણમાં નુકસાન

રાજકોટમાં વરસાદ વરસતા વેપારીઓને નુકશાન થવા પામ્યું છે. ત્યારે બેડી માર્કેટયાર્ડમાં વેપારીઓની જણસી પલળી ગઈ હતી.  ઘઉં, જીરૂ,  ધાણાનાં મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ