બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Power finance corporation dividend Share provide more return

શેર ડિવિડન્ડ / PPF અને FDની ધૂળધાણી; આ સરકારી શેરે રોકાણકારોને કર્યા માલામાલ, એક જ વર્ષમાં 30%નો જમ્પ

Manisha Jogi

Last Updated: 12:51 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિવિડન્ડ આપતા શેર PPF, EPF અને FD કરતા પણ વધુ યોગ્ય હોય છે જે હંમેશા ડબલ બોનાન્ઝા આપે છે. આ શેરમાં તેજી પણ આવે છે.

  • ડિવિડન્ડ યીલ્ડ PPF, EPF અને FD કરતા પણ વધુ યોગ્ય.
  • ડિવિડન્ડ શેરમાં આવે છે તેજી
  • ડિવિડન્ડની સાથે શેરમાં પણ 30 ટકાની તેજી.

ડિવિડન્ડ આપતા શેરમાં રોકાણ કરવામાં આવે તો તેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ અને બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધુ રિટર્ન મળે છે. ડિવિડન્ડ આપતા શેર હંમેશા ડબલ બોનાન્ઝા આપે છે. આ પ્રકારના શેરની ડિવિડન્ડ યીલ્ડ ક્યારેક ક્યારેક PPF, EPF અને FD કરતા પણ વધુ યોગ્ય હોય છે. આ શેરમાં તેજી પણ આવે છે. 

10 રૂપિયાના ડિવિડન્ડની સાથે શેરમાં પણ 30 ટકાની તેજી

પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC) પણ આવા જ એક ડિવિડન્ડ સ્ટોક છે. સરકારી કંપનીએ છેલ્લા એક વર્ષમાં શેર પર 10 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. છેલ્લા એક વર્ષમાં પાવર ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં 30 ટકાની તેજી આવી છે. એક વર્ષ પહેલા પાવર ફાઈનાન્સ કોર્પોરેશનના શેર 122 રૂપિયાના સ્તર પર હતા. 6 એપ્રિલ 2023ના રોજ PFCના શેર BSE પર 157.45 રૂપિયાના સ્તર પર બંધ થયા છે. રોકાણકારો માટે પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનું ડિવિડન્ડ યીલ્ડ અને કંપનીના શેરનું રિટર્ન ડબલ બોનાન્ઝા સાબિત થયું છે. 

નાણાંકીય વર્ષ 2023માં પાવર ફાઈનાન્સ કોર્પોરેશનની ડિવિડન્ડ હિસ્ટ્રી

પાવર ફાઈનાન્સ કોર્પોરેશને છેલ્લા એક વર્ષમાં પ્રતિ શેર પર 10 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. સરકારી કંપનીએ છેલ્લા એક વર્ષમાં ચાર વાર ડિવિડન્ડ જાહેર કર્યું છે. PFCએ જૂન 2022માં પ્રતિ શેર પર 1.25 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. સપ્ટેમ્બર 2022માં પ્રતિ શેર 2.25 રૂપિયા અને નવેમ્બર 2022માં 3 રૂપિયાનું ઈન્ટેરિમ ડિવિડન્ડ આપ્યું છે. કંપનીએ ફેબ્રુઆરી 2023માં 3.50 રૂપિયાનું ઈન્ટેરિમ ડિવિડન્ડ આપ્યું છે. નાણાંકીય વર્ષ 2023માં પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનું ડિવિડન્ડ યીલ્ડ 8.35 ટકા રહ્યું છે. 

PFCના ડિવિડન્ડ યીલ્ડે તમામ લોકોને પાછળ છોડી દીધા

છેલ્લા એક વર્ષમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો વ્યાજદર 7.10 ટકા રહ્યો છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડનો વ્યાજદર 8.10 ટકા રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝીટનું રિટર્ન 5.50 ટકાથી વધીને 7 ટકા થઈ ગયું છે. છેલ્લા એક વર્ષમાં પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનું ડિવિડન્ડ યીલ્ડ 8.35 ટકા રહ્યું છે. ઉપરાંત કંપનીના શેરમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ