બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's political rise took place from Somnath in 1990

ગુજ'રાજ' 2022 / 1990માં સોમનાથથી જ થયો હતો PM મોદીનો રાજકીય ઉદય, CM અને PM બન્યા પછી પણ નિર્માણકાર્યો પર રહ્યું વિશેષ ધ્યાન

Malay

Last Updated: 09:21 AM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ તાજેતરમાં સોમનાથમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં સોમનાથ સમુદ્ર દર્શ વોક વે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને અહલ્યાબાઈ હોલકર મંદિરના પરિસરનો સમાવેશ થાય છે.

 

  • પીએમ મોદીનો સોમનાથ સાથે જૂનો સંબંધ
  • સોમનાથથી અયોધ્યા યાત્રામાં ભજવી હતી મહત્વની ભૂમિકા
  • CM અને પછી PM બનવાની કહાની શરૂ થઈ છે સોમનાથથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. PM મોદી સવારે 10 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે અને 10.15 વાગ્યે મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ પછી તેઓ 10.45 વાગ્યે મંદિરથી નીકળશે અને રેલી સ્થળ પર પહોંચશે. PM મોદી વેરાવળમાં સવારે 11 વાગ્યે, ધોરાજીમાં બપોરે 12:45 વાગ્યે, અમરેલીમાં 2:30 વાગ્યે અને બોટાદમાં સાંજે 6:15 વાગ્યે જનસભાને સંબોધશે. પીએમ મોદીનો સોમનાથ સાથે જૂનો સંબંધ છે. એવું કહેવામાં આવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકીય ઉદય જ સોમનાથથી થયો છે.

Somnath: Kalai Tasmai Namah, Ravana built this temple with gems

અહીંથી શરૂ થઈ છે કહાની
નરેન્દ્ર મોદીના પહેલા મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન બનવાની કહાની અહીંથી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદી સોમનાથનું મહત્વ જાણે છે, તેથી જ તેમણે સોમનાથના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો અને તેનો અમલ કરી રહ્યા છે.

સોમનાથથી બન્યા અડવાણીના સારથી
ભાજપના તત્કાલિન ફાયર બ્રાન્ડ નેતા લાલકૃષ્ણ અડવાણીએ વર્ષ 1990માં શ્રી રામ જન્મભૂમિ આંદોલનને એક નવી દિશા આપી હતી. અડવાણીની રથયાત્રામાં હાથમાં માઈક પકડેલા મોદીના સંઘર્ષોની તસવીરને ભૂલાવી શકાય તેમ નથી. આમ તો લાલકૃષ્ણ અડવાણીની આ રથયાત્રાના સંયોજક પ્રમોદ મહાજન હતા, પરંતુ પ્રથમ તબક્કાનો ગુજરાતના સોમનાથથી આરંભ થવાનો હતો એટલા માટે આ યાત્રાની જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવી હતી. 

રથયાત્રાથી ગુજરાતમાં બની લહેર
આ રથયાત્રા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એક લહેર ઉઠી. જેના પરિણામે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. તેના થોડા સમય બાદ અટલ બિહારી વાજપેયીએ ગુજરાતની કમાન નરેન્દ્ર મોદીને સોંપી હતી અને નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફર નક્કી કરી. 

તાજેતરમાં જ કરવામાં આવ્યું છે સોમનાથનું રિનોવેશન 
પીએમ મોદીએ તાજેતરમાં સોમનાથમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં સોમનાથ સમુદ્ર દર્શ વોક વે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને અહલ્યાબાઈ હોલકર મંદિરના પરિસરનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સોમનાથ મંદિરની સામે જ પાર્વતી મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું.

માતા પાર્વતીનું મંદિર
સોમનાથ મંદિરની સામે જ 30 કરોડના ખર્ચે માં પાર્વતીનું મંદિર બનાવવામાં આવશે. માતા પાર્વતીનું આ મંદિર સફેદ પથ્થરોથી બનાવવામાં આવશે અને તેની ઉંચાઈ લગભગ 71 ફૂટ હશે. તેમણે કહ્યું કે, આ મંદિર સોમનાથ મંદિરની બરાબર સામે હશે. આ મંદિરનું નિર્માણ 66 સ્તંભો સાથે કરાશે અને તેનું ક્ષેત્રફળ 18,891 ફૂટ હશે.

સોમનાથનું રાજકીય મહત્વ શું છે?
સૌરાષ્ટ્રની 53 બેઠકોમાંથી જે પક્ષને સૌથી વધુ બેઠકો મળશે તે ગુજરાતમાં સરકાર બનાવશે. ભાજપને અહીંથી ચૂંટણીમાં જોરદાર લીડ મળી છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ચાર સભાઓ કરી રહ્યા છે. મોદી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આ પદ સંભાળનાર તેઓ બીજા વડાપ્રધાન છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પછી નરેન્દ્ર મોદી આ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા બીજા વડાપ્રધાન છે. ટ્રસ્ટના રેકોર્ડ મુજબ મોદી ટ્રસ્ટના આઠમા અધ્યક્ષ બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ