બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi's one more guarantee said 'every single penny of the people will have to be returned'

અનોખો અંદાજ / PM મોદીની વધુ એક ગેરંટી: કોંગ્રેસ સાંસદના ઘરેથી કરોડોની રકમ જપ્ત થતા કહ્યું 'જનતાનો એક-એક પૈસો પરત આપવો પડશે'

Megha

Last Updated: 02:56 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જનતાને વધુ એક ગેરંટી આપતા લખ્યું કે 'જનતા પાસેથી જે લૂંટ્યું છે, તેનો એક-એક પૈસો પાછો આપવો પડશે..'

  • પીએમ મોદી સોશિયલ મીડિયા પર થોડા વધુ એક્ટિવ થયા છે 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જનતાને વધુ એક ગેરંટી આપી
  • જનતા પાસેથી જે લૂંટ્યું છે, તેનો એક-એક પૈસો પાછો આપવો પડશે

હાલ પીએમ મોદી સોશિયલ મીડિયા પર થોડા વધુ એક્ટિવ થયા હોય એવું લાગી રહ્યું છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને વિપક્ષ પર નિશાનો સાધ્યો હતો. એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જનતાને વધુ એક ગેરંટી આપી છે. 

પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, '"દેશવાસીઓએ પહેલા આ નોટોનો ઢગલો જુઓ અને પછી તેમના નેતાઓના ઈમાનદારીના 'ભાષણો' સાંભળો..જનતા પાસેથી જે લૂંટ્યું છે, તેનો એક-એક પૈસો પાછો આપવો પડશે, આ મોદીની ગેરંટી છે.' 

વાત એમ છે કે પીએમ મોદીએ ઝારખંડ અને ઓડિશામાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડા સાથે સંબંધિત સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરતા પીએમ મોદીએ આ વાત કહી હતી.  

 over 200 crore recovered in raids on congress mp dhiraj sahu in jharkhand and odisha
કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પાસે ક્યાંથી આવ્યા આટલા રૂપિયા?

કુલ 300 કરોડ રૂપિયા રોકડા હોવાની શક્યતા 
ઝારખંડમાં કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પર ઈન્કમ ટેક્સની રેડમાં જાણે કોઈ ખજાનો મળી ગયો હોય તેટલા રૂપિયા રોકડા મળી રહ્યા છે. નોટોને ગણવા માટે લાવવામાં આવેલ મશીનો પણ ફેલ થઈ ગઈ. ન્યૂઝ એજન્સીઓ પાસેથી મળતી માહિતી અનુસાર જે રૂપિયા ઝડપાયા છે તેમાંથી 200 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે અને અધિકારીઓ કહી રહ્યા છે કે હજુ તો અડધા રૂપિયા ગણાવાના બાકી છે. એક અંદાજ અનુસાર 300 કરોડ રૂપિયાથી વધુ કેશ ઝડપાઇ છે. 

દારૂની કંપનીનો છેલ્લા 40 વર્ષથી કારોબાર 
નોંધનીય છે કે ધીરજ સાહુ અને તેમના પરિજનો દારૂની કંપની ચલાવે છે. બળદેવ સાહૂ એન્ડ ગ્રુપ ઑફ કંપનીઝ આ જ સાહૂ પરિવારની છે. છેલ્લા 40 વર્ષથી આ પરિવાર દારૂ બનાવે છે. ધીરજ સાહુના પિતાના નામથી કંપનીનું નામ રાખવામાં આવ્યું છે. ચૂંટણીમાં ભરવામાં આવતા ફોર્મમાં ધીરજ સાહુએ પોતાની સંપત્તિ માત્ર 34 કરોડ રૂપિયા દર્શાવી હતી.  તો સવાલ એ થાય છે કે અબજો રૂપિયાની રોકડ રકમ કોની છે? 

કોંગ્રેસ પાર્ટીમાં છે મોટું પદ 
સાંસદ ધીરજ સાહુ હાલ રાજ્યસભાના સાંસદ છે, આ પહેલા તેઓ ચતરા લોકસભા સીટ પરથી બે વખત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે, જોકે બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો ધીરજ સાહુ ત્રણ વખતથી સતત રાજ્યસભાના સાંસદ છે, તેમના ભાઈ શિવપ્રસાદ સાહુ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ધીરજ પ્રસાદ સાહુ વર્ષ 2009માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા, જે બાદ 2010માં બીજી વાર અને 2018માં ત્રીજી વાર તેઓ સાંસદ બન્યા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ