બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi reached Mathura and visited Shri Krishna Janmabhumi Temple, Video

વ્રજ રજ ઉત્સવ / 'વ્રજની ભૂમિમાં તે આવે છે જેને કૃષ્ણ બોલાવે છે', મથુરામાં PM મોદીએ 525 રુપિયાનો સિક્કો કર્યો લોન્ચ

Vaidehi

Last Updated: 07:11 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Mathura Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે મથુરા પહોંચ્યાં બાદ શ્રીકૃષ્ણ જન્મભૂમિનાં દર્શન કર્યાં. જુઓ વીડિયો.

  • પ્રધાનમંત્રી મોદી પહોંચ્યાં મથુરા
  • શ્રીકૃષ્ણ જન્મભૂમિનાં કર્યા દર્શન
  • વ્રજ રજ ઉત્સવમાં જોડાશે PM મોદી

ભગવાન શ્રીકૃષ્ણની નગરી મથુરામાં વ્રજ રજ ઉત્સવ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્રજ રજ ઉત્સવમાં સામેલ થવા માટે ગુરુવારે સાંજે મથુરા પહોંચ્યાં. જ્યાં તેમણે શ્રીકૃષ્ણ જન્મભૂમિનાં દર્શન કર્યાં. PM મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતાં. પ્રધાનમંત્રીની આ યાત્રાને ધ્યાનમાં લેતાં મથુરાને અભેદ્ય કિલ્લાનાં સ્વરૂપમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. ચારેય તરફ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે.

PM મોદીએ શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર આપ્યું ભાષણ
PM મોદીએ કહ્યું કે હું ક્ષમા ઈચ્છું છું કે ચૂંટણીનાં કાર્યોમાં વ્યસ્ત હતો એટલે થોડું મોડું થઈ ગયું. પણ આજે મારું સૌભાગ્ય છે કે વ્રજ અને વ્રજવાસીઓનાં દર્શનનો અવસર મળ્યો છે. અહીં એ જ આવે છે જેને કૃષ્ણ બોલાવે છે. મથુરાનાં આ સમારોહમાં આવવું એટલા માટે પણ ખાસ છે કારણકે ભગવાન શ્રીકૃષ્ણથી લઈને મીરાબાઈ બંનેનો ગુજરાત સાથએ અલગ જ સંબંધ છે. મથુરાનાં કાન્હાએ અહીંથી ગુજરાતમાં જઈને દ્વારકા બનાવી અને તેમની મહાન ભક્ત મીરાબાઈએ રાજસ્થાનથી આવીને અંત સમય ગુજરાતમાં વિતાવ્યો.

525 રુપિયાનો સિક્કો લોન્ચ
કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં મીરાબાઈની 525મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે મથુરાથી PM મોદીએ 525 રુપિયાનો સિક્કો લોન્ચ કર્યો. કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ CM યોગી અને રાજ્યપાલ આનંદી પટેલ પણ હાજર રહ્યાં.

કૃષ્ણ નગરીમાં PM મોદી
PM મોદીની સુરક્ષામાં IPS, એડિશનલ એસ.પી, DSP, ઈંસ્પેક્ટર અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. સંત મીરાબાઈની 525મી જયંતિનાં ઉપલક્ષે વ્રજમાં રજ ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. PM એ શ્રી કૃષ્ણ જન્મભૂમિનાં દર્શન કર્યાં અને પૂજા-અર્ચના પણ કરી.

વ્રજ રજ ઉત્સવમાં સામેલ થશે
પૂજા અર્ચના બાદ PM મોદી વ્રજ રજ ઉત્સવમાં જોડાશે. કાર્યક્રમનું આયોજન ધૌલીપ્લાઉ સ્થિત રેલ્વે ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. PM મોદીની આ યાત્રાથી કૃષ્ણ ભક્તોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે PM મોદી મીરાબાઈનાં નામે ટપાલ ટિકીટ પણ જારી કરી શકે છે. મીરાબાઈનાં જન્મદિવસ પર થનારા આ ઉત્સવમાં એક્ટ્રેસ હેમા માલિની પણ જોડાશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ