બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi on destination wedding said that organize wedding events within the country

મન કી બાત / PM મોદીએ દેશની બહાર થતાં ડેસ્ટિનેશન વેડિંગ અંગે કરી મહત્વની ટકોર, કહ્યું શું આ જરૂરી છે? 4.50 લાખ કરોડનું છે માર્કેટ

Vaidehi

Last Updated: 07:56 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ દેશનાં લોકોને લગ્ન કરવા અંગે એક અપીલ કરી છે જેનાથી સ્થાનીક અર્થવ્યવસ્થાને તેનો ફાયદો મળી શકે. વાંચો શું બોલ્યાં પ્રધાનમંત્રી?

  • વિદેશમાં લગ્ન કરવા બાબતે PM મોદીની અપીલ
  • કહ્યું દેશનો પૌસો દેશમાં રહે તેવું કરો
  • એક લગ્નથી અનેક લોકોને રોજગારી મળે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 26 નવેમ્બર 2023નાં મન કી બાતનાં 107માં એપિસોડમાં દેશથી બહાર થતાં ડેસ્ટિનેશન વેડિંગને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે દેશથી બહાર જઈને લગ્ન કરવાનાં ટ્રેન્ડને લઈને ચિંતા વ્યક્ત કરી. 

દેશનો પૈસો દેશમાં જ રહેશે-PM
PM મોદીએ કહ્યું કે," લગ્નની સીઝન આવી ગઈ છે અને મને એખ વાત ઘણાં લાંબા સમયથી પરેશાન કરી રહી છે. આજકાલ કેટલાક પરિવારોમાં વિદેશમાં જઈને લગ્ન કરવાનું વાતાવરણ બનતું જઈ રહ્યું છે. શું આ જરૂરી છે? ભારતની ધરતીમાં, ભારતનાં લોકોની વચ્ચે જો આપણે લગ્ન કરીએ તો દેશનો પૈસો દેશમાં જ રહેશે. દેશનાં લોકોને તમારાં લગ્નમાં કંઈકને કંઈક સેવા કરવાનો મોકો મળશે, નાના-નાના ગરીબ લોકો પણ પોતાના બાળકોને તમારા લગ્નની વાતો કહેશે. શું તમે વોકલ ફોલ લોકલનાં આ મિશનને વિસ્તાર આપી શકો છો? આપણે લગ્ન જેવા સમારોહ આપણાં દેશમાં કરવા જોઈએ...હું આશા રાખું છું કે મારી આ પીડા એ મોટા-મોટા પરિવારો સુધી જરૂરથી પહોંચશે."

અર્થવ્યવ્સથા વધુ મજબૂત બનશે

મન કી બાતમાં પ્રધાનમંત્રીનાં સંબોધન પર પ્રવીન ખંડેલવાલે કહ્યું કે પીએમ મોદીએ એક ખુબ જરૂરી મુદો ઊઠાવ્યો જે નિશ્ચિત રૂપે ભારતીય રૂપિયાને દેશની બહાર ખર્ચ કરવાથી રોકી દેશે જેથી અર્થવ્યવ્સથા વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે કોઈ પણ લગ્નમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે જે ભારતમાં લગ્ન કરવાથી દેશનાં લોકોને મળશે. તેમણે કહ્યું કે એક લગ્નમાં લગભગ 80% ખર્ચ વસ્તુ અને સેવાદાન પર કરવામાં આવે છે અને જ્યારે બજારમાં આ પૈસો પ્રવાહિત થાય છે ત્યારે પૈસા લોકોનાં હાથમાં નાણાકીય તરલતા પ્રદાન કરે છે. તેનાથી અર્થવ્યવસ્થા અને ભારતીય વેપારને મદદ મળે છે.

4.74 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે,દેશની બહાર થતાં લગ્નો દેશ તેમજ અર્થવ્યવસ્થાને નુક્સાન પહોંચાડે છે કારણ કે વિદેશની ધરતી પર થતા ખર્ચથી દેશને કોઈ ફાયદો થતો નથી. કેટના તાજેતરના અહેવાલ અનુસાર 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 4.74 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે દેશમાં લગભગ 38 લાખ લગ્નોનું આયોજન કરવામાં આવશે, જે ભારતના વેપાર અને અર્થતંત્ર માટે એક મોટું વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ