બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / PM Modi in chattisgarh said that BJP will continue the pradhan mantri garib kalyan aann yojana for 5 more years

દેશ / દેશનાં 80 કરોડ લોકોને વધુ 5 વર્ષ સુધી મળશે આ ફાયદો, PM મોદીએ છત્તીસગઢમાં કર્યું મોટું એલાન

Vaidehi

Last Updated: 05:46 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ એલાન કર્યું કે દેશનાં 80 કરોડ ગરીબોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વધુ 5 વર્ષો માટે મફતમાં અનાજ મળશે.

  • PM મોદીએ છત્તીસગઢમાં કર્યું મોટું એલાન
  • દેશનાં 80 કરોડ ગરીબોને મળશે મફતમાં રાશન
  • વધુ 5 વર્ષ માટે આ યોજના વધારવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ પહોંચ્યા. દુર્ગ જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં સમયે PM મોદીએ એલાન કર્યું કે મફતમાં રાશ યોજના PMGKAYને 5 વર્ષ વધારવામાં આવશે. પ્રધાનમંત્રીની આ ઘોષણાથી દેશનાં આશરે 80 કરોડથી વધારે લોકોને લાભ મળશે. તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તે ગરીબોનાં હકનાં પૈસા લૂંટીને ખાય છે.

PM મોદીએ કર્યું એલાન
PM મોદીએ કહ્યું કે," મેં નિશ્ચય કરી લીધો છે કે દેશનાં 80 કરોડ ગરીબોને મફતમાં રાશન આપતી યોજનાને ભાજપ સરકાર હવે વધુ 5 વર્ષો માટે વધારશે. તમારા પ્રેમ અને આશીર્વાદે મને હંમેશા પવિત્ર નિર્ણય લેવાની શક્તિ આપે છે." કોંગ્રેસ પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે, " કોંગ્રેસે ગરીબને છેતર્યા સિવાય કંઈ નથી કર્યું. કોંગ્રેસ ક્યારેય પણ ગરીબોની કદર નથી કરતી. તેથી જ્યાં સુધી કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં રહી તે ગરીબોનાં હકનાં પૈસા લૂંટીને ખાતી રહી અને પોતાના નેતાઓની તિજોરી ભરતી રહી.

ગરીબની ચિંતા કરવું એ મારું જીવનધર્મ છે- PM
PM મોદીએ કહ્યું "ગરીબની ચિંતા કરવું એ મારું જીવનધર્મ છે.. જ્યારે કોરોનાનો સંકટ આવ્યો ત્યારે સૌથી મોટી ચિંતા હતી કે આપણાં છોકરાઓને શું ખવડાવશું? કોઈપણ માતાપિતા પોતાના બાળકોને ભૂખ્યા નથી જોઈ શકતાં. કોરોના મહામારીમાં બધું ઠપ હતું ત્યારે મેં નક્કી કર્યું કે કોઈપણ ગરીબને હું ભૂખ્યો સૂવા નહીં દઉં. તેથી ભાજપ સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી. જે ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે. પણ તમારો આ પુત્ર ગરીબી જીવીને આવ્યો છે. તમારા આ પુત્રએ નક્કી કરી લીધું છે કે દેશનાં 80 કરોડ ગરીબોને મફતમાં અન્ન આપનારી યોજનાને વધુ 5 વર્ષો માટે વધારશે."

તેમણે મહાદેવનું નામ પણ છોડ્યું નથી: પીએમ 
પીએમ મોદીએ કહ્યું કે તેમણે મહાદેવનું નામ પણ છોડ્યું નથી, બે દિવસ પહેલા જ રાયપુરમાં એક મોટી કાર્યવાહી થઈ હતી. લોકો કહી રહ્યા છે કે આ પૈસા જુગારીઓના છે જે તેમણે છત્તીસગઢના યુવાનો પાસેથી લૂંટીને ભેગા કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ આ લૂંટેલા પૈસાથી ઘર ભરી રહ્યા છે.

મોદી ગાળોથી ડરતો નથી: પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો તાર ક્યાં જઈ રહ્યા છે તે ખબર નથી. છત્તીસગઢના લોકો પણ આ વાત નથી જાણતા. અહીંની કોંગ્રેસ પાર્ટીની સરકારના મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે ભ્રષ્ટાચારીઓ સાથે તેમના સંબંધો શું છે. તેમણે કહ્યું કે આ કોંગ્રેસના લોકો દિવસ-રાત મોદીને ગાળો આપે છે પરંતુ અહીંના મુખ્યમંત્રી હવે દેશની તપાસ એજન્સી અને સુરક્ષા દળો પર બેફામ આરોપો લગાવી રહી છે. મોદી ગાળોથી ડરતો નથી. છત્તીસગઢમાં લૂંટફાટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ