બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / People of Ancheli village opposed BJP's Navsari seat candidate

પ્રજા બગડી / VIDEO: વચનની વાત નહીં... ચૂંટણી પહેલા જ જોઈએ, જોઈએ, જોઈએ: નવસારીની જનતાએ BJP ઉમેદવારને ઘેર્યા

Malay

Last Updated: 12:58 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. પરંતુ આ દરમિયાન ગુજરાતના નવસારી જિલ્લાના 19 જેટલા ગામોના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અહીં વાંચો શા માટે 35000થી વધુ મતદારો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે.

  • ભાજપના નવસારી બેઠકના ઉમેદવારને થયો કડવો અનુભવ 
  • અંચેલી ગામે પ્રચાર કરતા ભાજપના ઉમેદવારનો લોકોએ કર્યો ઘેરાવો 
  • ટ્રેનની રજૂઆતનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી અને તેની આસપાસના લગભગ 19 ગામોના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગામમાં વિવિધ જગ્યાએ 'ટ્રેન નહીં તો વોટ નહીં'ના પોસ્ટર-બેનરો જોવા મળી રહ્યા છે. જેમાં એવું પણ લખેલું છે કે ગામમાં કોઈપણ રાજકીય પક્ષના કાર્યકરોએ ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં. એવામાં ગતરોજ અંચેલી ગામે પ્રચારમાં ગયેલા ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈનો લોકોએ ઘેરાવો કર્યો હતો. લાંબા સમયથી ટ્રેનની રજૂઆતનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ તેમનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, અંચેલી ગામથી માત્ર 15 કિમી દૂર કેશલી ગામમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.

ગ્રામજનોએ કેમ ચૂંટણી બહિષ્કારનો લીધો નિર્ણય?
હકીકતમાં, કોરોના દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું તે પહેલાં અંચેલી ગામના સ્ટેશન પર વેસ્ટર્ન રેલવેએ લગભગ 16 ટ્રેનનો સ્ટોપેજ આપવામાં આવ્યો હતો. પરંતુ લોકડાઉન હટાવ્યા બાદ આ ગામમાં માત્ર 11 ટ્રેનો જ ઉભી રહે છે, જેનાથી અંચેલી અને આસપાસના લગભગ 19 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો ગામડાથી સુરત વાપી અને અન્ય શહેરોમાં નોકરી માટે જતા હતા, તેઓને દમને 400 રૂપિયા રેલ પાસનો ખર્ચ થતો હતો, પરંતુ હવે પ્રાઈવેટ વાહન દ્વારા નોકરીએ જવા માટે સમય પણ વધારે લાગે છે, સાથે 3000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે.

અનેક રજૂઆત કરવા છતાં નથી આવ્યો કોઈ ઉકેલ
આ સમસ્યાના કારણે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા એક વર્ષથી આ સમસ્યાને લઈને સાંસદ સી.આર.પાટીલ, રેલવે મંત્રી દર્શનાબેન જરદોસ સાથે વાત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી આવ્યો. જે બાદ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

35000 મતદારોનો ચૂંટણી બહિષ્કાર
આ અંગે સ્થાનિકે જણાવ્યું કે,  અંચેલી અને આસપાસના 19 ગામોમાં 35,000થી વધુ મતદારો છે, જેઓ 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ભાગ લેશે નહીં અને મતદાનથી દૂર રહેશે. તેમણે કહ્યું કે અમે ગામમાં 'ટ્રે્ન નહી તો વોટ નહીં' સાથે તમામ રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમનું કહેવું છે કે, કોઈ પણ પક્ષના નેતાએ મત માંગવા ગામમાં આવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, જ્યારે ભાજપના ઉમેદવાર કાર્યકર્તાઓ સાથે ગામમાં પહોંચ્યા હતા, ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા અને ઘણા પ્રશ્નો પૂછ્યા અને હાથ જોડીને તેમને પાછા મોકલી દીધા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ