બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Patidar society has a very important aspect in politics

રાજકારણ / 50 બેઠકો પર દબદબો, અનેક વાર મળી મુખ્યમંત્રીની ખુરશી: આખરે કેમ તમામ પાર્ટીઓ માટે જરૂરી છે પાટીદાર વોટબેંક

Malay

Last Updated: 04:05 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભાજપ જીત માટે જૂના રાજકીય ફોર્મ્યુલાથી લઈને નવા જાતીય સમીકરણનો રાજકીય દાવ ચલાવી રહ્યું છે. જે અંતર્ગત પાર્ટીએ પાટીદારો અને ઓબીસી નેતાઓને ટિકિટ ફાળવણીમાં ઘણુ મહત્વ આપ્યું છે.

  • રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે પાટીદાર સમાજ
  • પાટીદારો એક થઈ જાય તો કેટલા સિંહાસન હલાવી શકે? 
  • જાણો કેટલો છે પાટીદારોનો 'પોલિટિકલ પાવર'

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો પ્રભાવશાળી પાટીદાર સમાજને રીઝવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. રાજ્યની 182 વિધાનસભા સીટોની ચૂંટણી માટે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ 45 પાટીદારોને ઉમેદવાર બનાવ્યા છે, તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 42 પાટીદારોને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પાટીદાર સમાજના 46 નેતાઓને ટિકિટ આપી છે.

ગુજરાતનાં મોટા શહેરોમાં 'બાહુબલી' છે ભાજપ તો કોંગ્રેસનો કિલ્લો ગણાય છે આ  બેઠકો- જુઓ આખું લિસ્ટ | 'Baahubali' in the big cities of Gujarat, BJP is  the fortress of Congress ...

ગુજરાતની ચૂંટણીમાં પાટીદારોની ભૂમિકા મહત્વની
જોકે, 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન ભાજપનો સૌથી લોકપ્રિયો ચહેરો રહ્યા છે, તેમ છતાં ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને AAP આ તમામ પક્ષો રાજ્યમાં શક્તિશાળી અને પ્રભાવશાળી પાટીદારોની અવગણના કરી શકતા નથી. ત્યારે સવાલ એ થાય છે કે, પાટીદાર કે જેઓની રાજ્યમાં કુલ વસ્તી 12-14 ટકા છે,  તેઓને ગુજરાતમાં સૌથી મહત્વપૂર્ણ વોટ બેંક શા માટે માનવામાં આવે છે?

ખેડૂત જમીનદારોનો સૌથી મોટો સમુદાય
પાટીદાર એક ખેતી સાથે જોડાયેલી જ્ઞાતિ છે, તેમાં ઘણી પેટા-જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મુખ્યત્વે લેઉવા અને કડવા પટેલ છે. 1950ના દાયકામાં આ સમુદાયને સૌરાષ્ટ્ર જમીન સુધારણા અધિનિયમ, 1952થી મોટો ફાયદો થયો. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ જેવા રોકડીયા પાકોની ખેતી શરૂ કરીને પાટીદારો ધીમે-ધીમે સમૃદ્ધ થતા ગયા. તેમણે પિત્તળ, સિરામિક, હીરા, ઓટો એન્જિનિયરિંગ અને ફાર્માસ્યુટિકલ્સમાં પણ રોકાણ કર્યું અને ધીમે-ધીમે જમીન ખરીદીને ગુજરાતના અન્ય ભાગોમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું. સૌરાષ્ટ્ર પટેલ લોબી રાજકારણમાં પણ આગવું સ્થાન મેળવવા માટે આગળ વધી.

મોટી સંખ્યામાં NRI પાટીદારો
પાટીદાર એક સંગઠિત અને સમૃદ્ધ સમુદાય છે અને એટલા માટે તેમનો પ્રભાવ તેમની સંખ્યા કરતા પણ વધારે છે. તેઓ ઘણા ધંધાઓ અને સહકારી સમિતિઓને નિયંત્રિત કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વચ્ચે તેમની ખૂબ મોટી ઉપસ્થિતિ છે, જે એક ખૂબ જ શક્તિશાળી ધાર્મિક સંગઠન છે. સાથે જ મોટી સંખ્યામાં એન.આર.આઈ પાટીદારો છે. આ તમામ પાસાઓને જોતા તમામ શક્તિશાળી પક્ષો તેમને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આ સમુદાય મોટાભાગે આણંદ, ખેડા અને મહેસાણા જિલ્લાઓ અને પાટણ-અમદાવાદ જિલ્લાઓના કેટલાક ભાગોમાં હાજર છે. સુરત શહેરમાં ઓછામાં ઓછી 4 સીટો પર પાટીદારો સમાજનો દબદબો છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને મોરબી જિલ્લાઓમાં તેમની મજબૂત ઉપસ્થિતિ છે. 

50 સીટો પર મહત્વની ભૂમિકા
રાજકીય પક્ષોના એક આંતરિક વિશ્લેષણ મુજબ લગભગ 16 બેઠકો એવી છે, જ્યાં પાટીદાર મતદારોનું સ્પષ્ટ પ્રભુત્વ છે. આમાં 9 સૌરાષ્ટ્રમાં, 3 ઉત્તર ગુજરાતમાં અને 4 સુરતમાં છે. રાજ્યમાં 50 કરતા વધારે બેઠકો એવી છે, જ્યાં પાટીદાર સમાજ મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને અન્ય 40 સીટો પર તેમનો થોડો પ્રભાવ છે.

1990થી જ ભાજપના પ્રબળ સમર્થક
પાટીદારો ત્રણ દાયકા કરાતા વધારે સમયથી મુખ્યત્વે 1990ના દાયકાથી ભાજપના  પ્રબળ સમર્થક રહ્યા છે. શરૂઆતમાં તેઓ 1980ના દાયકાના મધ્યમાં પાર્ટીના પ્રબળ સમર્થક ત્યારે બન્યા, જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય, દલિત, આદિવાસી, મુસ્લિમ વોટ બેંકને તરફેણમાં લાવવા માટે 'KHAM' થિયરી બહાર પાડી. તેના વિરોધમાં પાટીદારોએ ખુદને ભાજપ તરફ પ્રેરિત કરી લીધા. 

PMનું માનશે પાટીદારો? ગુજરાતમાં 2017 જેવી ભાજપ ભૂલ ન કરી બેસે તે માટે આ  વખતે પ્રધાનમંત્રી મેદાનમાં | PM MODI focuses on patidar vote bank of  saurashtra before gujarat elections 2022

ગત ચૂંટણીમાં ભાજપને થયું મોટું નુકસાન
જોકે, સમાજ માટે શિક્ષા અને નોકરીમાં અનામત માટે 2015માં અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા હાર્દિક પટેલના નેતૃત્વમાં થયેલું ઉગ્ર આંદોલન ભાજપ માટે એક મોટો ઝટકો સાબિત થયું, જેના કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર 99 સીટો જીતી શકી, જ્યારે કોંગ્રેસે 77 સીટો જીતીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ભાજપે 2017માં પાટીદારોના વિરોધ હોવા છતાં સુરત શહેરમાં તમામ 12 સીટો જીતી, પરંતુ સૌરાષ્ટ્રના મોરબી અને અમરેલી જિલ્લામાં 8 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો. ત્યારે નોટબંધી, જીએસટીની શરૂઆત અને કૃષિ સંકટ પણ અન્ય પરિબળો હતો, જેણે પાર્ટીની વિરુદ્ધ કામ કર્યું હતું.

Hardik patel statement

2007 પછીથી પાટીદારોમાં અસંતોષ
2007 પછીથી ભાજપની સામે પાટીદારોમાં સતત અસંતોષ વધતો રહ્યો છે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સરકાર પટેલ ઉત્કર્ષ સમિતિની રચના કરી હતી. 2012માં પટેલ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયએ ભાજપની સામે ચૂંટણી લડવા માટે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી. 20017માં પાટીદાર આંદોલન હતું.

શાસક પક્ષ ભાજપે ગયા વર્ષે તેના આખા મંત્રીમંડળને જ બદલી નાખ્યું હતું અને મુખ્યમંત્રી વિજય રૂયાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. આપને જણાવી દઈએ કે, 1 મે, 1960ના રોજ ગુજરાતની સ્થાપના બાદ આનંદીબેન પટેલ, કેશુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને બાબુભાઈ પટેલ સહિત ઓછામાં ઓછા પાંચ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ