ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જલ્દી જ માર્કેટમાં આવશે 8000mAh બેટરીવાળો Oppo Find X10 સ્માર્ટફોન

ટેક / જલ્દી જ માર્કેટમાં આવશે 8000mAh બેટરીવાળો Oppo Find X10 સ્માર્ટફોન

Published By: Nirav Kumar

Last Updated: 09:03 PM, 16 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oppo Find X10 સીરીઝ લોંચ થાય એના પહેલા તેના લીક્સ સામે આવ્યા છે. જેમાં તેની સ્ક્રીનથી લઇ કેમેરા સેટઅપ વિષે માહિતી આપવામાં આવી છે.

ADVERTISEMENT

Oppo Find X10 સીરીઝના નવા લીક્સ બહાર આવી રહ્યા છે, જેમાં Find X10, Find X10 Pro અને Find X10 Pro Max સામેલ હોવાની શક્યતા છે. જેમાં એક ટિપસ્ટરે તાજેતરમાં સ્ટાન્ડર્ડ Find X10 માટે સ્પેસીફીકેશન લીક કર્યા છે, જે સૂચવે છે કે તે ફ્લેટ OLED સ્ક્રીનનો ઉપયોગ કરશે. જ્યારે બેટરીમાં નમોટું અપગ્રેડ જોવા મળી શકે છે.

ટિપસ્ટર અનુસાર, Find X10 માં 1.5K રિઝોલ્યુશન સાથે 6.59-ઇંચની ફ્લેટ OLED સ્ક્રીન આવી શકે છે. કેમેરા વિશે વાત કરવી હોય તો તેમાં બે 200-મેગાપિક્સલ કેમેરા હોવાની શક્યતા છે. આ લીક બેટરીમાં મોટું અપગ્રેડ પણ જણાવે છે. તેમાં Find X10 માં 8000mAh બેટરી હશે. આ સિવાય Find X9 માં 7025mAh સિલિકોન-કાર્બન બેટરી આવશે છે જે 80W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.

VTV DIGITAL

અગાઉના અહેવાલો અનુસાર Find X10 સીરીઝના બધા ફોન હજુ સુધી લોન્ચ ન થયેલા 2nm MediaTek Dimensity 9600 ચિપસેટ દ્વારા ચાલશે. આ ગયા વર્ષની Oppo Find X9 સીરીઝ કરતાં મોટું અપગ્રેડ હશે, જે ઓક્ટા-કોર 3nm MediaTek Dimensity 9500 ચિપ સાથે લોન્ચ કરવામાં આવી હતી. Find X10 મોડેલોમાં બિલ્ટ-ઇન મેગ્નેટ હોવાની શક્યતા છે જેનાથી હેન્ડસેટ વાયરલેસ ચાર્જિંગ એસેસરીઝ અને ફોન સ્ટેન્ડ સાથે સરળતાથી કનેક્ટ થઈ શકશે.

વધુ વાંચો : 6500mAh બેટરી અને 144Hz ડિસ્પ્લે સાથે આવશે Motorola નો શાનદાર ફોન, સસ્તામાં મળશે પ્રીમિયમ ફીચર્સ

Find X10 Pro માં ડ્યુઅલ 200-મેગાપિક્સલ રીઅર કેમેરા સેટઅપ આવી શકે છે. જેમાં 1/1.3-ઇંચ 200-મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 1/1.3-ઇંચ 200-મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે. Oppo સેલ્ફી કેમેરા માટે 1:1 સ્ક્વેર સેન્સર પર પણ કામ કરી રહ્યું છે. જે Apple ના iPhone 17 મોડેલ પર સેન્ટર સ્ટેજ કેમેરા જેવું જ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Oppo Find X10 Oppo Find X10 Pro Oppo Leaks

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ