બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / odisha train accident coromandel express cm naveen patnaik mourning saturday railways minister ashwini vaishnaw

બાલાસોર ટ્રેન અકસ્માત / ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક જાહેર, ભાજપના તમામ કાર્યક્રમો પણ આજે મોકૂફ

Malay

Last Updated: 09:17 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Coromandel Express Derail: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં બાદ ઓડિશા અને તમિલનાડુમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. ભાજપના તમામ કાર્યક્રમો પણ આજે મોકૂફ રાખવામાં આવ્યા છે.

 

  • ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક જાહેર
  • ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મળ્યા મૃતદેહ
  • ભારતીય રેલવેએ 48 ટ્રેનો રદ કરી દીધી
  • તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) સાંજે એક મોટી ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મૃત્યુ થયા છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યમાં અત્યાર સુધીમાં ઘણા ઈજાગ્રસ્તોને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના બાદ રાજ્યમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. આ માટે આખા રાજ્યમાં આજે (3 જૂન) કોઈ ઉત્સવ મનાવવામાં આવશે નહીં.

તમિલનાડુમાં એક દિવસનો રાજકીય શોક જાહેર
ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે.

તપાસ બાદ અકસ્માતનું કારણ બહાર આવશેઃ રેલવે મંત્રી
દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશા પહોંચ્યા છે. તેમણે ઘટનાસ્થળે પહોંચીને કહ્યું કે, આ ખૂબ જ દર્દનાક અકસ્માત છે. રેલવેની સાથે-સાથે NDRF, SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. તમામ સંભવિત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અકસ્માતની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ બાદ જ અકસ્માતનું કારણ બહાર આવશે.

ભાજપે તેના તમામ કાર્યક્રમો સ્થગિત કર્યાઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્રેન દુર્ઘટના પર કહ્યું, "ઓડિશાના બાલાસોરમાં ગત શુક્રવારે સાંજે થયેલ ભયાનક ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ હૃદયદ્રાવક ઘટનાથી ખૂબ જ દુઃખી છું. આ ભયાનક ટ્રેન દુર્ઘટનાને જોતા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાનાર કાર્યક્રમોની સાથે-સાથે દેશભરમાં યોજાનાર તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે.

દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233ના મૃત્યુ
મોડી રાત્રે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં કુલ 233 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 900 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. NDRF, સ્થાનિક પોલીસ, રાજ્ય ડિઝાસ્ટર રેસ્ક્યૂ ટીમ અને અન્ય સહયોગી એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને તેઓ સતત રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. 

દુર્ઘટના બાદ લગભગ 100 ટ્રેનોને અસર થઈ
ટ્રેન દુર્ઘટનાના કારણે ભારતીય રેલવેએ 48 ટ્રેનો રદ કરી દીધી છે, જ્યારે 39 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 10 ટ્રેનો થોડા સમય માટે રદ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ