ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે ફ્રી મળશે આ મોંઘુ ફીચર, YouTube ની જાહેરાત, આ રીતે કરવું ઉપયોગ
Last Updated: 09:50 PM, 7 May 2026
ADVERTISEMENT
YouTubeએ પેઇડ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ ફીચરની ફ્રી આપવાની જાહેરાત કરી છે. આ ફીચરને પિક્ચર ઇન પિક્ચર મોડ કહેવામાં આવે છે. આ ફીચર યુઝર્સને વધુ સારો મોબાઇલ એક્સપીરીયન્સ આપશે. તેમને બીજી એપ્લિકેશન ખોલવા માટે YouTube વીડિયો બંધ કરવાની જરૂર નહીં પડે.
ADVERTISEMENT
આ ફીચરથી યુઝર્સ નાની વિંડોમાં વીડિયોઝ જોઈ શકશે, જેનાથી તેઓ એકસાથે બીજી એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકશે. આ ફીચર ભવિષ્યમાં ઘણા યુઝર્સના કાર્યને સરળ બનાવશે. YouTube એ થોડા વર્ષો પહેલા આ ફીચર લોન્ચ કર્યું હતું. યુએસની બહાર તે માત્ર Android અને iOS પર પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ હતું.

ADVERTISEMENT
YouTube પર વીડિયો જોતી વખતે કોઈ મહત્વનો WhatsApp મેસેજ આવે તો તમારે YouTube એપ્લિકેશન બંધ કરવાની કોઈ જરૂર નહીં રહે. જ્યારે વીડિયો ચાલી રહી હોય ત્યારે એપ્લિકેશનમાંથી બહાર નીકળવા માટે માત્ર ઉપર સ્વાઇપ કરવાનું રહેશે પછી હોમ બટન દબાવવું. વીડિયો ફ્લોટિંગ સ્ક્રીન પર ઓટોમેટીક ચાલવાનું શરૂ થશે. તમે તમારા મોબાઇલ ડિસ્પ્લે પર નાની ફ્લોટિંગ સ્ક્રીનને ગમે ત્યાં ખેંચી શકો છો. આ મનોરંજન તેમજ સુધારેલ પ્રોડક્ટીવીટી પ્રોવાઇડ કરશે.
ADVERTISEMENT
સ્માર્ટફોન કંપનીઓ પહેલાથી જ આ ફીચર આપે છે. જેમાં મોબાઇલ સ્ક્રીનને સ્પ્લિટમાં ખોલવાની પરમીશન આપે છે. પરંતુ તેનાથી YouTube એક્સપીરીયન્સમાં સુધારો થયો નહતો. હવે YouTube પર પણ ફાયદાકારક રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમે YouTube વીડિયો બંધ કરવા માંગતા હો વઅને પિક્ચર-ઇન-પિક્ચર મોડ ચાલુ ન રાખવા માંગતા હોવ તો YouTube એપ્લિકેશન છોડતા પહેલા વીડિયોને પોઝ કરો કે બંધ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT