ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે આવી પોસ્ટથી નહીં થાય કમાણી, એલન મસ્કે બદલી નાખ્યા મોનેટાઈઝેશન નિયમો
Last Updated: 11:32 PM, 13 April 2026
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વીટર)માં મોનેટાઇઝેશન સિસ્ટમ બદલાઈ છે. હવે X(ટ્વીટર) પર લો ક્વોલીટીવાળા અને ક્લિકબેટ કન્ટેન્ટથી કમાણી કરવી સહેલી નહીં રહે. એલન મસ્કે આ નિર્ણય કન્ટેન્ટની ક્વોલીટી સુધારવા માટે લેવાયો છે. નવા નિયમો મુજબ હવે ઓરિજિનલ અને વેલ્યુબલ કન્ટેન્ટને વધુ પ્રાથમિકતા અપાશે. આથી ક્રિએટર્સ વધુ સારું કન્ટેન્ટ બનાવવા પ્રેરાશે સાથે આ પ્લેટફોર્મ પર સ્પેમ અને ફાલતૂ પોસ્ટ ઘટશે.
ADVERTISEMENT
X(ટ્વીટર)ની લાંબા સમયથી એંગેજમેન્ટ ફાર્મિંગને લઈને ક્રિટીસીઝમ થઇ રહ્યું છે. જેમાં લોકો માત્ર વ્યૂઝ અને લાઇક્સ વધારવા માટે લો ક્વોલીટીવાળા કે વાયરલ વીડિયો પોસ્ટ કરતા હતા. હવે X(ટ્વીટર) આવા કન્ટેન્ટને ડાઉનરૅન્ક કરશે. આ અંગે કંપનીના પ્રોડક્ટ હેડ નિકિતા બિયરે જણાવ્યું કે, હવે સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે કે જેમાં અસલી અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનારા યુઝર્સને યોગ્ય રીતે ઓળખ કરવામાં આવશે. જેનો હેતુ મહેનત કરીને નવું કન્ટેન્ટ બનાવનાર લોકોને વધુ ફાયદો આપવાનો છે માત્ર બીજા લોકોનું કન્ટેન્ટ શેર કરીને તેને વાયરલ બનાવનારા લોકોને ફાયદો નહીં અપાય.
નવા અપડેટ મુજબ X(ટ્વીટર) પોતાના રેવન્યુ શેરિંગ પ્રોગ્રામમાં ફેરફાર કરશે. હવે આ પ્લેટફોર્મ તેવા કન્ટેન્ટ ક્રિએટર્સને વધુ રિવોર્ડ આપશે જે ઓરિજિનલ અને હાઇ-ક્વોલિટી કન્ટેન્ટ બનાવે છે. આ કંપની એવા ટૂલ્સ પર કામ કરી રહી છે જે કન્ટેન્ટના ઓરીજનલ ક્રિએટર આઇડેન્ટિફાય કરી શકે અને તેમને સીધો રેવન્યુમાં હિસ્સો આપી શકે.
ADVERTISEMENT

જેથી હવે માત્ર રીપોસ્ટ કે કમેન્ટરીથી કમાણી લીમીટેડ થઈ શકે છે. આ સિવાય અગાઉ રિપ્લાય પર મળતા વ્યૂઝને પણ કાઉન્ટ કરાતા હતા, પરંતુ હવે તેને મોનેટાઇઝેશનમાંથી દૂર કરવામાં આવ્યા છે જેથી રિપ્લાય સ્પેમને રોકી શકાશે.
ADVERTISEMENT
X(ટ્વીટર) પર કમાણી કરવા માટે હવે યુઝર્સને અમુક જરૂરી શરતો પૂરી કરવી પડશે. જેમાં ક્રિએટરે પ્રીમિયમ કે પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રિપ્શન લેવું પડશે અને ઓછામાં ઓછા 500 ફોલોઅર્સ પણ માંગવામાં આવશે.
ADVERTISEMENT
આ સિવાય છેલ્લા 3 મહિનામાં 5 મિલિયન ઓર્ગેનિક ઇમ્પ્રેશન્સ લાવવા ફરજિયાત કરાયા છે. કંપનીના જણાવ્યા મુજબ હોમ ટાઇમલાઇન પર મળતા ઓર્ગેનિક વ્યૂઝને વધુ મહત્ત્વ અપાશે. વેરિફાઇડ યુઝર્સ અને પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રાઇબર્સના વ્યૂઝને વધુ મહત્ત્વ અપાશે. Elon Muskએ એક પ્રસ્તાવને રોકી દીધો છે જેમાં લોકલ રીજનના વ્યૂઝને વધુ મહત્ત્વ આપવાની વાત હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ