બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:23 AM, 14 February 2022
ADVERTISEMENT
Government Pension Scheme: કેંદ્ર સરકારના કર્મચારીઓ માટે જરૂરી ખબર છે. સરકાર ફેમિલી પેંશનને લઈને નવા નિયમો લાગુ કરી ચુકી છે. લાગુ થયેલ નિયમો અનુસાર, મૃત સરકારી કર્મચારીઓના એવા બાળકો જે માનસિક રૂપથી અસક્ત છે, તેઓ પણ ફેમિલીપેંશનનાં હકદાર છે.
ધ્યાન આપવાવાળી બાબત એ છે કે માનસિક વિકારથી પીડિત બાળકોને ફેમિલી પેન્શનનો લાભ મળવાથી તેમના પાલન-પોષણ તથા રહેણ-સહેણમાં તકલીફ પડશે નહી કેમકે તેઓ પોતાનું ભારણ-પોષણ કરવામાં અસમર્થ હોય છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રીએ આપી જાણકારી
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહાએ કહ્યું, પેન્શન તથા કલ્યાણ વિભાગને લોકો સાથેની વાતચીતમાં જાણ થઇ છે કે અ પ્રકારના બાળકોને ફેમિલી પેન્શનનો લાભ નથી મળી રહ્યો. આ પ્રકારના માનસિક વિકારવાળા બાળકોને પેન્શનનો લાભ આપવાની મનાઈ કરવામાં આવે છે. બેંક આ બાળકો પાસે અદાલત દ્વારા જાહેર ગાર્ડિયનશિપ સર્ટીફિકેટ માંગે છે. સરકાર નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવામાં લાગેલ છે તથા આ માટે સુશાસનના મંત્ર પર ભાર આપવામાં આવી રહ્યો છે.
ફેમિલી પેંશનમાં નોમિનેશન જરૂરી
જીતેન્દ્ર સિંહ કહે છે કે આવી સ્થિતિમાં લોકોની મદદ માટે ફેમિલી પેન્શનમાં નોમિનેશનના પ્રાવધાનને જરૂરી માનવામાં આવે છે, જેથી કર્મચારીઓના બાળકોને વગર રુકાવટથી પેન્શન મળી શકે. ત્યાં સુધી કે માનસિક વિકારથી લડી રહેલા બાળકોને સરળતાથી ગાર્ડિયનશિપ સર્ટીફિકેટ મળી શકે, તે પણ સરળ બનાવાયું છે. મૃત સરકારી કર્મચારીના બાળકોને કોર્ટ દ્વારા સર્ટીફિકેટ આપવું પડે છે, જેનાં આધાર પર ફેમિલી પેન્શન મળે છે. બેંક આવા બાળકો પાસેથી ગાર્ડિયનશિપ સર્ટીફિકેટ માટે અડી ન શકે તથા આ આધાર પર પેન્શન આપવાની ના ન પાડી શકે કે પહેલા જઈને કોર્ટ પાસેથી સર્ટીફિકેટ લઇ આવો.
સર્ટીફિકેટ વગર પણ આપવું પડશે પેંશન
આ ઘોષણા બાદ, જો કોઈ બેંક માનસિક વિકારથી ગ્રસ્ત બાળકો પાસેથી કોર્ટ દ્વારા જાહેર ગાર્ડિયનશિપ સર્ટીફિકેટ વગર ફેમિલી પેંશન આપવાની ના પાડે છે તો આ સેન્ટ્રલ સિવિલ સર્વિસ રૂલ્સ,2021 ના પ્રાવધાનોનું ઉલ્લંઘન થશે, એટલે આવામાં, બેંક પર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ માનસિક વિકારથી પીડિત બાળક પોતાના માતા-પિતાના પેંશનના પ્લાનમાં નોમીની નથી તથા તેની પાસેથી સર્ટીફિકેટ માંગવામાં આવે તો આ પેંશનનાં ઉદ્દેશ્યની વિરુદ્ધ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT