બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Notice issued for Rajkot International Airport to start from 10th September

ગુડ ન્યૂઝ / રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને કાઉન્ટડાઉન શરૂ: આ તારીખે ઉડાન ભરશે પહેલી ફ્લાઇટ, સમગ્ર સૌરાષ્ટ્રને મળશે લાભ

Dinesh

Last Updated: 07:21 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot International Airport : રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 10મી સપ્ટેમ્બરથી શરૂ થાય તે માટે બહાર પાડવામાં આવી નોટિસ, રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરાયું છે.

  • રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ થશે શરૂ 
  • 10મી સપ્ટેમ્બરથી એરપોર્ટ શરૂ થશે
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાઇ નોટિસ 


Rajkot International Airport : સૌરાષ્ટ્રવાસીઓને મળેલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં ધમ ધોકાર રીતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જશે. 10મી સપ્ટેમ્બરથી એરપોર્ટ શરૂ થશે તેને લઈ એરપોર્ટ ઓથોરિટીએ એક નોટિસ બહાર પાડી છે. અત્રે જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ PM મોદીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લુ મુક્યુ હતું. 

Landing of small aircraft will be done at Herasar International Airport on June 14 and 15, the launch can be done by PM Modi...

નોટિસમાં શું જણાવ્યુ ?
એરેપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ નોટિસમાં લખ્યું છે કે, 9મી સપ્ટેમ્બર 2023થી રાજકોટ એરપોર્ટ સ્થાયીરૂપે ફ્લાઈટ ઓપરેશન્સ માટે બંધ કરી દેવામાં આવશે. 10મી સપ્ટેમ્બર 2023થી રાજકોટથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સંચાલિત થશે, જે રાજકોટ શહેરથી 30 કિમીના અંતરે સ્થિત છે. એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા આપનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્વાગત કરે છે. 

રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું છે એરપોર્ટ
રાજકોટના કુવાડવા ગામ પાસે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે. 

બોઈંગ 737 જેવા જમ્બો એરક્રાફ્ટ થઈ શકશે લેન્ડ 
આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (A 320-200), બોઇંગ (B 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. 

8 ઈમિગ્રેશન કાઉન્ટર
એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ