બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / NMC allows foreign medical graduates can complete internships in india

BIG NEWS / કરિયર નહીં થાય બરબાદ: યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓ માટે મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય

Dhruv

Last Updated: 02:39 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં વિશ્વમાં ચાલી રહેલા યુક્રેન સંકટ (Ukraine Crisis) અને કોરોના જેવી વિષમ પરિસ્થિતિઓના કારણે પોતાની ઇન્ટર્નશિપ અધૂરી છોડીને દેશ (ભારત) પરત આવનારા વિદેશી તબીબી સ્નાતકો સ્ક્રીનિંગ ટેસ્ટ પાસ કર્યા બાદ પોતાની ઇન્ટર્નશિપ ભારતમાં પૂર્ણ કરી શકશે.

  • પોતાની ઇન્ટર્નશિપ અધૂરી છોડીને આવેલા વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય
  • વિદેશી તબીબી સ્નાતકો પોતાની ઇન્ટર્નશિપ ભારતમાં પૂર્ણ કરી શકશે
  • સ્ક્રીનિંગ ટેસ્ટ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ ભારતમાં પૂર્ણ કરી શકશે

આ અંગેની જાણકારી દેશના મેડિકલ રેગ્યુલેટરી બોડી રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (NMC) એ પરિપત્ર જાહેર કરીને જાણકારી આપી છે. આ પરિપત્રમાં NMC એ જણાવ્યું કે, 'આ વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલી "પીડા અને તણાવ" જોતાં તેમની અરજીઓ પર રાજ્ય ચિકિત્સા પરિષદો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી શકાય તેમ છે. બસ શરત એટલી હશે કે, ઉમેદવારોએ ભારતમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરવા માટે અરજી કરતા પહેલાં વિદેશી ચિકિત્સા સ્નાતક પરીક્ષા પાસ કરેલી હોય.'

NMC દ્વારા આ પગલું યુક્રેનમાં સેંકડો ભારતીય તબીબી વિદ્યાર્થીઓને લાભ આપવા માટે લેવામાં આવ્યું છે, જેમણે રશિયન આક્રમણ અને યુદ્ધના સંજોગોમાં પોતાનો અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું હતું.

પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, "રાજ્ય તબીબી પરિષદોએ એવી ખાતરી કરી લેવી જોઈએ કે, ભારતમાં રજિસ્ટ્રેશન કરવા ઇચ્છતા ઉમેદવારોએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) દ્વારા આયોજિત ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (FMGE) પાસ કરેલી હોય. જો ઉમેદવારો માપદંડને પૂર્ણ કરી લે છે તો રાજ્ય ચિકિત્સા પરિષદો દ્વારા 12 મહિનાની ઇન્ટર્નશિપ અથવા તો બાકીનો ગાળો, જે પણ મામલો હોય પણ તેની માટે કામચલાઉ નોંધણી આપવામાં આવી શકે છે.'

NMC એ કહ્યું કે, રાજ્ય ચિકિત્સા પરિષદ મેડિકલ કોલેજ પાસેથી લેખિતમાં લેશે કે તેઓ વિદેશી મેડિકલ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરાવવા માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ નહીં લે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ