ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : પેમેન્ટ ફેલ જતાં સમોસાવાળાએ કોલર પકડીને યાત્રીને ટ્રેનમાંથી ઉતાર્યો, ઘડિયાળ ગીરવે મૂકાવી, જુઓ વીડિયો

જબલપુર / VIDEO : પેમેન્ટ ફેલ જતાં સમોસાવાળાએ કોલર પકડીને યાત્રીને ટ્રેનમાંથી ઉતાર્યો, ઘડિયાળ ગીરવે મૂકાવી, જુઓ વીડિયો

Published By: Hiralal Parmar

Last Updated: 10:14 AM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે સ્ટેશને સમોસા વેચવા વાળાની દાદાગીરી સામે આવી હતી. પેમેન્ટ ફેલ જતાં સમોસાવાળાએ મુસાફરને ટ્રેનમાંથી કોલર પકડીને ઉતારીને તેની ઘડિયાળ ગીરવે મૂકાવી હતી.

ADVERTISEMENT

મધ્યપ્રદેશના જબલપુર રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ચોંકી ગયા છે. એક મુસાફરને ફક્ત સમોસા ખરીદવા માટે પોતાની ઘડિયાળ વેચવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, રેલ્વે વહીવટીતંત્રે કાર્યવાહી કરી સમોસાવાળાની ધરપકડ કરી હતી.

સમોસાવાળાએ મુસાફરને કોલર પકડીને નીચે ઉતાર્યો

મુસાફરે ટ્રેનમાં સમોસા વિક્રેતા પાસેથી સમોસા ખરીદ્યા હતા અને ફોનપેનો ઉપયોગ કરીને ચૂકવણી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નેટવર્ક ઈસ્યુને કારણે પેમેન્ટ ન થઈ શક્યું. અને આ દરમિયાન ટ્રેન ઉપડી જતાં મુસાફરે સમોસાવાળાને કહ્યું કે તે પછી આવીને પૈસા આપી દેશે પરંતુ સમોસાવાળો ન માન્યો અને તેને કોલર પકડીને નીચે ઉતાર્યો.

મુસાફરે સ્માર્ટવોચ સમોસાવાળાને આપી

વિવાદ વધતો જોઈને, મુસાફર ગભરાઈ ગયો અને તેણે પોતાની ઘડિયાળ કાઢીને વિક્રેતાને આપી જેથી તે તેની ટ્રેન પકડી શકે. બીજા મુસાફરે આખી ઘટના પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જેના પછી વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો.

વધુ વાંચો : ધનતેરસે સોનાના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, અમદાવાદમાં સૌથી વધુ, જાણો લેટેસ્ટ રેટ

ડીઆરએમએ તાબડતોબ આપ્યો તપાસનો આદેશ

આ વીડિયો વાયરલ થયા પછી, જબલપુરના ડીઆરએમએ તાત્કાલિક આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો આ પછી રેલવે પોલીસે કેસ નોંધીને આરોપી સમોસાવાળાને કસ્ટડીમાં લઈ લીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mp vtv news Jabalpur

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ