ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઉત્તરથી લઇને દક્ષિણ સુધી, ભર ઉનાળે દેશના આ 15 રાજ્યોમાં માવઠાનું સંકટ

હવામાન આગાહી / ઉત્તરથી લઇને દક્ષિણ સુધી, ભર ઉનાળે દેશના આ 15 રાજ્યોમાં માવઠાનું સંકટ

Published By: Priykant Shrimali

Last Updated: 08:12 AM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Forecast : પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પરિભ્રમણ જે દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ઊભી કરી રહ્યા છે, ગુજરાતના દાહોદ અને અરવલ્લી પંથકમાં પણ વરસાદ પડ્યો

ADVERTISEMENT

Weather Forecast : ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમીની વચ્ચે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદી માહોલ સક્રિય બન્યો છે, જેનાથી ગરમીમાં નોંધપાત્ર રાહત મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ અનેક હવામાન પ્રણાલીઓ એકસાથે કાર્યરત છે. જેમ કે પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પરિભ્રમણ જે દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ઊભી કરી રહ્યા છે. આ તરફ આગાહી વચ્ચે ગુજરાતના દાહોદ અને અરવલ્લી પંથકમાં પણ વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે આકાશ વાદળોથી છવાયેલું રહેવાની શક્યતા છે. બપોર પછી કે સાંજ દરમિયાન હળવો વરસાદ અને ગાજવીજ સાથે પવનની ગતિ 20થી 30 કિમી પ્રતિ કલાક રહી શકે છે, જ્યારે ઝોકા 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે, મહત્તમ 31થી 33 ડિગ્રી અને લઘુત્તમ 18થી 20 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે, જે સામાન્ય કરતા ઓછું હોવાથી લોકોને ઉકળાટમાંથી રાહત મળશે.

હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, કેરળ અને આંતરિક તમિલનાડુ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન આનંદદાયક બની શકે છે, પરંતુ કેટલાક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો : ભાજપની એન્ટ્રીથી બંગાળમાં ફફડાટ! સરકારી દસ્તાવેજોની હેરાફેરી રોકવા મુખ્ય સચિવનું ફરમાન

આ તરફ આંદામાન-નિકોબાર ટાપુઓ, ઉત્તરપૂર્વ ભારત, દક્ષિણ કર્ણાટક, આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો, પંજાબ, હરિયાણા, દક્ષિણપૂર્વ રાજસ્થાન, ઉત્તર મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ કોંકણ-ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક, તેલંગાણા અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં નોંધાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Alert Weather Update Rainfall India

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ