બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'Muslims made a historical mistake on the issue of Gyanvapi, we did not keep the Trishul', CM Yogi Adityanath's statement caused political heat

રાજકારણ / 'જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમોએ ઐતિહાસિક ભૂલ.., ત્રિશુળ અમે તો નથી રાખ્યા', CM યોગી આદિત્યનાથના નિવેદનથી રાજકીય ગરમાવો

Vishal Khamar

Last Updated: 10:38 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપી વિવાદ પર ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં નિવેદનની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે યોગી આદિત્યનાથે કહ્યું કે જો અમે તેને મસ્જિદ કહીશું તો ફરી વિવાદ થશે. મને લાગે છે કે ભગવાને જેને દ્રષ્ટિ આપી છે તે જોવે.

  • જ્ઞાનવાપી મુદ્દે યોગી આદિત્યનાથના નિવેદનથી રાજકીય ગરમાવો
  • જ્ઞાનવાપીમાં ત્રિશુળ અમે તો નથી રાખ્યાઃ યોગી આદિત્યનાથ
  • યોગી આદિત્યનાથના નિવેદનની દેશભરમાં ચર્ચા 

કહેવાય છે કે પુરાતન ભારતમાં ધર્મ અને આધુનિક ભારતમાં રાજકારણ બંન્નેનું મોજું ઉત્તરપ્રદેશમાં પેદા થાય છે અને તેની અસર આખા દેશમાં જોવા મળે છે. જો કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથના એક નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે. યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં જ્ઞાનવાપીને લઇને આપેલા નિવેદને કારણે રાજકીય રાર તો પેદા થઇ જ છે..પરંતુ સાથે ધાર્મિક અને  ઇતિહાસ અંગે પણ લોકોમાં ચર્ચા જગાવી છે.

આખા દેશમાં યોગી આદિત્યનાથનાં નિવેદનની ચર્ચા થઈ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ શબ્દોએ પ્રદેશ અને દેશના રાજકારણમાં હલચલ પેદા કરી દીધી. ઉત્તરપ્રદેશના જ્ઞાનવાપી વિવાદ પર યોગી આદિત્યનાથના નિવેદનની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે મસ્જિદમાં ત્રિશુળ અમે તો નથી રાખ્યા ત્યાં જ્યોતિર્લિંગ છે, પ્રતિમાઓ છે. આ ભુલ પર મુસ્લિમ સમાજ તરફથી પ્રસ્તાવ આવવો જોઇએ કે તેમના દ્વારા ઐતિહાસિક ભૂલ થઇ છે અને તેનું સમાધાન થવું જોઇએ. 

જ્ઞાનવાપી મસ્જિદ

સુપ્રિમે પુરાતત્વ સર્વેક્ષણ પર રોક લગાવી દીધી છે
મહત્વનું છે કે ઉત્તરપ્રદેશના વારાણસીમાં કાશીવિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવ્યાપી મસ્જિદ પહેલા શિવમંદિર હોવાની માગ સાથે તેનો કબ્જો હિંદુ સમાજને આપવાની માગ તેજ થઇ છે.તેવામાં સમગ્ર મામલો કોર્ટમાં છે. અગાઉ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જે બાદ સુપ્રીમે પુરાતત્વ સર્વેક્ષણ પર રોક લગાવી દીધી હતી. જે બાદ ફરી મામલો હાઇકોર્ટમાં છે અને તેનું સર્વેક્ષણ થઇ રહ્યું છે. તેવામાં યોગી આદિત્યનાથના નિવેદન બાદ દેશભરથી  રાજકીય અને ધાર્મિક સંગઠનો તરફથી નિવેદનો સામે આવ્યા.

 ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો હુંકાર
જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ આમ તો 1991થી ચાલી રહ્યો છે. જ્યારે બાબરી મસ્જિદને લઇને પણ આખા દેશમાં તણાવ જોવા મળ્યો હતો. વારાણસીના ઇતિહાસમાં હાલ જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં શિવમંદિર હોવાના અનેક પ્રમાણ છે. જો કે  હિંદુત્વવાદી નેતા યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એક બાદ એક મુગલકાળમાં બદલાયેલા શહેરોના નામ ફરી  બદલી રહ્યા છે. આ તમામ રાજકીય નિર્ણયોએ તેમને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા અપાવી છે. જ્ઞાનવાપી મામલો કોર્ટમાં છે ત્યારે જ્ઞાનવાપી વિવાદ અંગે નિવેદન આપીને તેમણે ઉત્તરપ્રદેશથી લોકસભા પહેલા મોટી હુંકાર ભરી હોવાનો રાજકીય મંધાતાઓ દાવો કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ