બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Murali Gavit completed the 10 km race in Spain in 28.42 minutes

ગર્વ છે ગુજરાતને / ડાંગના દોડવીર મુરલી ગાવીતે સ્પેનમાં રચ્યો ઇતિહાસ, વિશ્વમાં દેશનું નામ ગુંજવ્યું

Vishnu

Last Updated: 05:09 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવીતે સ્પેનમાં 10 કિલોમીટરની દોડ 28.42 મિનિટમાં પુરી કરી

  • ડાંગ એક્સપ્રેસે સ્પેનમાં રેકોર્ડ સ્થાપ્યો
  • 10 કિ.મી. દોડમાં બનાવ્યો રેકોર્ડ
  • માત્ર 28.42 મિનિટમાં દોડ પુર્ણ કરી

ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવીતે સ્પેનમાં 10 કિલોમીટરની દોડ 28.42 મિનિટમાં પુરી કરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ હાંસલ થતાં સમગ્ર પંથકમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

મુળ ડાંગ જિલ્લાના દોડવીર મુરવી ગાવીતે સ્પેનમાં રેકોર્ડ સ્થાપ્યો છે.જેમાં તેને 10 કિલોમીટરની દોડ 28.42 મિનિટમાં પુરી કરી રેકોર્ડ સ્થાપ્યો છે.ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા મુરલી ગાવીતે દેશનુ ગૌરવ વધાર્યુ છે.તમને જણાવી દઈયે કે, અગાઉ વર્ષ 2019માં પંજાબ ખાતે 23મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં પ્રથમ દિવસે 5000 મીટર દોડ 13.54 મિનિટમાં અને બીજા દિવસે 10000 મિટર દોડ 29.21 મિનિટમાં પૂર્ણ કરી બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.ત્યારે હવે સ્પેન ખાતેની દોડની કોમ્પિટિશનમાં હિસ્સો લઈ પોતાનો જ રેકોર્ડ તોડી 10 કિલોમીટરની દોડ માત્ર 28.42 મિનિટમાં પુરી કરી ડાંગનુ નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યુ છે.

ડાંગની સરિતા ગાયકવાડે પણ ઈતિહાસ સર્જ્યો હતો
ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે એશિયન ગેમ્સ-2018ની 4x400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને પોલીસ ખાતામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપી છે. સરિતા ગાયકવાડ  ગુજરાત સરકારના “બેટી બચાવો અભિયાન” માટેની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ડાંગ જીલ્લામાં 2012ના વર્ષમાં ખેલ મહાકૂંભમાં સરિતાએ એક સાથે પાંચ ઇવેન્ટમાં એન્ટ્રી લઇ પાંચેય ઇવેન્ટ જીતી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ