બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Mother-Daughter Dies in Shack During Bulldozer Action in UP

કાનપુર અગ્નિકાંડ / UPમાં બુલડોઝર એક્શન દરમિયાન ઝૂંપડીમાં મા-દીકરીનું મૃત્યુ, પિતા હોસ્પિટલમાં દાખલ, લોકોમાં ભારે રોષ

Priyakant

Last Updated: 11:21 AM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના કાનપુર દેહાતમાં બુલડોઝર એક્શન દરમિયાન દબાણ હટાવતા માતા-પુત્રીનું જીવતા સળગી જતાં કરુણ મોત, મૃતકના પતિ-પુત્ર સહિત ગ્રામજનોનો તંત્ર પર ગંભીર આક્ષેપ

  • UPમાં બુલડોઝર એક્શન દરમિયાન ઝૂંપડીમાં આગ 
  • પોલીસની સામે જ મા-દીકરીનું સળગી જવાથી મૃત્યુ 
  • મૃતકના પતિ-પુત્ર સહિત ગ્રામજનોનો તંત્ર પર ગંભીર આક્ષેપ 

ઉત્તરપ્રદેશના કાનપુર દેહાતમાં દબાણ હટાવતા દરમિયાન માતા-પુત્રીનું જીવતા સળગી જતાં કરુણ મોત થયું છે. ઘટની વિગતો એવી છે કે, પોલીસ અને વહીવટી તંત્ર સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવવા ગયા હતા. આ દરમિયાન એક મહિલા ચીસો પાડતી ઝૂંપડીમાં દોડી ગઈ અને તેને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. જોકે પોલીસ પણ દોડીને ત્યાં પહોંચી જઈ દરવાજો તોડી નાખે છે. આ દરમિયાન ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. જોકે આગ લાગી ત્યારે મહિલા અને તેની પુત્રી અંદર હતા. આ તરફ વિકરાળ આગમાં પોલીસ દળ અને અધિકારીઓની સામે બંને જીવતા આગમાં હોમાઈ ગયા હતા. બીજી તરફ બંનેને બચાવવામાં પતિ ખરાબ રીતે દાઝી જતાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

કાનપુર દેહાતમાં સોમવારે સાંજે બનેલી આ ઘટનાના અનેક વિડીયો ણા વીડિયો સામે આવ્યા છે. આગ બુઝાવવા અને સળગતી ઝૂંપડીને તોડી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.  પોલીસ અને વહીવટી તંત્ર સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવવા ગયા હતા. આ દરમિયાન એક મહિલા ચીસો પાડતી ઝૂંપડીમાં દોડી ગઈ અને તેને અંદરથી દરવાજો બંધ કરી લીધા બાદ આગ લાગી હતી. જેમાં માતા-પુત્રીના મોત થતાં ચકચાર મચી ગઈ છે. જોકે હવે અનેક પ્રકારના આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. 

ગામમાં શોકનો માહોલ 
મૈથા તાલુકાના મદૌલી ગામની માતા પ્રમિલા દીક્ષિત (41) અને પુત્રી નેતા (21)ના મૃત્યુ બાદ ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. ગ્રામજનોએ પોલીસ-વહીવટી અધિકારીઓને દોડાવ્યા હતા. અધિકારીઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ તરફ મોડી રાત સુધી હોબાળો ચાલુ રહ્યો હતો. પરિવારના સભ્યોની ફરિયાદ પર એસડીએમ મઠ જ્ઞાનેશ્વર પ્રસાદ, રૂરાના એસએચઓ દિનેશ ગૌતમ, લેખપાલ અશોક સિંહ સહિત 40 લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

મોડીરાત્રે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો 
નોંધનીય છે કે, ઘટનાને લઈ કાનપુરના કમિશનર રાજ શેખર, ડીએમ નેહા જૈન, એડીજી આલોક કુમાર અને અન્ય અધિકારીઓ મોડી રાત સુધી ઘટનાસ્થળે રોકાયા હતા. રાજ્યમંત્રી પ્રતિભા શુક્લા પણ પહોંચ્યા હતા. પરિવારના સભ્યો સાથે વાત કરી. ત્યારબાદ રાત્રે 1 વાગ્યે માતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

મૃતકના પતિએ લગાવ્યા ગંભીર આક્ષેપ
મૃતક પ્રમિલાના પતિ કૃષ્ણ ગોપાલ દીક્ષિતે કહ્યું, એસડીએમ અને તહસીલદાર બુલડોઝર લઈને આવ્યા હતા. અશોક દીક્ષિત, અનિલ દીક્ષિત, પુતનિયા અને ગામના બીજા ઘણા લોકો તેમની સાથે હતા. આ લોકોએ અધિકારીઓને આગ લગાડવાનું કહ્યું હતું…. જેથી અધિકારીઓએ લગાડી દીધી હતી. અમે (દીકરો અને હું) કોઈક રીતે ઝૂંપડીમાંથી બહાર નીકળવામાં સફળ થયા, પરંતુ માતા અને પુત્રી અંદર જ રહ્યા અને બળીને મૃત્યુ પામ્યા. અધિકારીઓ અમને સળગાવીને ભાગી ગયા. કોઈએ કોઈપણ રીતે મદદ કરી નથી.

મૃતકના પુત્રએ શું કહ્યું ? 
મૃતકના પુત્ર શિવમે રડતા રડતા કહ્યું, એસડીએમ, એસઓ, લેખપાલ બધાએ મળીને મારા ઘરને આગ લગાડી દીધી. જો હું અને મારા પિતા બહાર ન આવ્યા હોત તો અમને પણ માર્યા ગયા હોત. તેઓએ મંદિર અને મંદિરની બહારનો નળ પણ તોડી નાખ્યો હતો. આ પહેલા ડીએમના સ્થાને પણ ગયા હતા, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. એસડીએમ, લેખપાલ, જિલ્લા મેજિસ્ટ્રેટે ષડયંત્રના કારણે ઘરને આગ લગાવીને બધું બળીને રાખ કરી દીધું. મમ્મી અને બિટ્ટી (બહેન) અંદર રહ્યા. અમે અંદર ગયા, પરંતુ તેમને બચાવી શક્યા નહીં. આગ લગાવ્યા બાદ આ તમામ લોકો ભાગી ગયા હતા.

DMએ કહ્યું પહેલા ટીમ પર હુમલો કરી મા-દીકરીએ જાતે જ આગ લગાવી 
આ સમગ્ર મામલે ડીએમ નેહા જૈને સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે, પોલીસ સહિતની ટીમ દબાણ હટાવવા સ્થળ પર પહોંચી હતી. મહિલાઓએ આવીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લેખપાલ પર છરી વડે જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ પછી ઘરની અંદર જઈને મા-દીકરીએ આગ લગાવી દીધી.  આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જો કોઈ અધિકારીની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

કાનપુર દેહાતના એસપીનું નિવેદન 
સમગ્ર મામલે કાનપુર દેહાતના એસપી મૂર્તિએ કહ્યું, SDM અને અન્ય સ્ટાફ ગેરકાયદેસર દબાણ હટાવવા ગયા હતા. આ દરમિયાન કેટલાક લોકો વિરોધ કરી રહ્યા હતા. મહિલા અને તેની પુત્રી પણ વિરોધમાં સામેલ હતા. વિરોધ કરતી વખતે બંનેએ પોતાને ઝૂંપડી સાથે  અંડર બંધ કરી લીધા હતા. થોડીવાર પછી ઝૂંપડાની અંદર આગ ફાટી નીકળી. તેમાં મહિલા અને તેની પુત્રીનું મોત થયું છે. આગનું કારણ અને તપાસ શરૂ કરવામાં આવી છે. 

ગામના જ વ્યક્તિએ દબાણ અંગે કરી હતી ફરિયાદ 
વાત જાણે એમ છે કે, મૈથા તહસીલના મદૌલી ગામમાં ગામના એક વ્યક્તિએ કૃષ્ણ ગોપાલ દીક્ષિત વિરુદ્ધ ગેરકાયદેસર દબાણની ફરિયાદ કરી હતી. સોમવારે એસડીએમ સહિત પોલીસ અને રેવન્યુ ટીમ દબાણહટાવવા પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ટીમે જેસીબી વડે નળ અને મંદિરને તોડી નાખ્યું હતું. જે બાદ છતમાં આગ લાગી હતી. કાનપુરના કમિશનર રાજશેખરે કહ્યું, અમે પીડિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં જે પણ તથ્યો બહાર આવશે, તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં.

ગ્રામજનોએ પણ કર્યો ગંભીર આક્ષેપ
ગામલોકોએ જણાવ્યું કે, ગામમાં ગૌરવ દીક્ષિત નામનો દબંગ રહે છે. તેણે 10 દિવસ પહેલા સમગ્ર કાવતરું ઘડ્યું હતું. તેની સાથે ગામના કેટલાક લોકો પણ છે. પ્રશાસન, લેખપાલ અને એસઓ પણ મળ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે, ડીએમ તેમના કર્મચારીઓને બચાવી રહ્યા છે. આ સમગ્ર મામલે વહીવટીતંત્ર જવાબદાર છે. અધિકારીઓએ પૈસા લીધા છે. તેઓ બળપૂર્વક દબાણ હટાવવા પર મક્કમ હતા.

તો શું પ્રશાસને પહેલા જેસીબી શરૂ કર્યું, પછી આગ લગાવી ? 
સમગ્ર મામલે ગ્રામજનોએ કહ્યું, પ્રશાસને પહેલા જેસીબી શરૂ કર્યું, પછી તેને આગ લગાવી. બધા અંદર હતા. પુત્ર શિવમ દીક્ષિત અને પિતા કૃષ્ણ કુમાર દીક્ષિત બહાર આવ્યા અને પત્ની અને પુત્રી બહાર ન આવી શક્યા. સંબંધીઓએ જણાવ્યું કે, મૃતક નેહા (21)ના લગ્ન થવાના હતા. હવે તેની ડોલીને બદલે અરથી ઉઠશે. પરિવારજનોએ સરકાર પાસે ગુનેગારોને ફાંસી આપવાની માંગ કરી છે. આ સાથે પાંચ વીઘા અને પાંચ કરોડ રૂપિયા આપવા જોઈએ. અને પુત્રને સરકારી નોકરી આપવી જોઈએ.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ