બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Most of India's youth are unhappy with their salary! A shocking report came

ખુલાસો / ભારતનો મોટા ભાગનો યુવા વર્ગ પોતાની સેલરીથી છે નાખુશ! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Megha

Last Updated: 11:30 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર 10માંથી 7 લોકો એવા છે જેઓ તેમની સેલેરીથી ખુશ નથી અને 10 માંથી 5 લોકો કામની સરખામણીમાં પગારને વધુ મહત્વ આપે છે.

તમે દર મહિને કેટલી કમાણી કરો છો અને શું તમે તમારી સેલેરીથી ખુશ છો? આ પ્રશ્નના જવાબમાં લગભગ લોકોનો એક જ જવાબ હશે કે ના અમે અમારી સેલેરીથી ખુશ નથી. કંપની જેટલું કામ કરાવે છે એટલા પૈસા નથી આપતી અને દર વર્ષે જેટલું ઇન્ક્રીમેન્ટ થવું જોઇએ એટલું નથી થતું. 

Topic | VTV Gujarati

એવામાં હાલ જ એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર 10માંથી 7 લોકો એવા છે જેઓ તેમની સેલેરીથી ખુશ નથી, અને 10 માંથી 5 લોકો કામ કે ગ્રોથ કરતાં પગારને વધુ મહત્વ આપે છે.  રિપોર્ટ મુજબ હાલ ભારતમાં 21 ટકા અને મલેશિયામાં 9 ટકા કર્મચારીઓ તેમના પગારમાં 20 ટકા વધારો ઈચ્છે છે.  વધુએ એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં 91 ટકા કર્મચારીઓ અને મલેશિયામાં 72 ટકા કર્મચારીઓ નોકરી બદલતી વખતે ઓછામાં ઓછા 20% સુધી તેમના પગારમાં વધારો કરવાની અપેક્ષા રાખે છે. 

Topic | VTV Gujarati

આ સાથે જ એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કંપનીઓને પૂછવામાં આવ્યું હતું કે શું  કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવાનું વિચારી રહી છે. સર્વેમાં સામેલ 90 ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ આગામી 12 મહિનામાં તેમના પગાર ધોરણમાં સુધારો કરવાનું વિચારી રહી છે.  

એક અહેવાલ અનુસાર એશિયા પેસિફિકના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પગાર વધારો સૌથી વધુ છે. વર્ષ 2023માં ભારતમાં 50 ટકાથી વધુ કર્મચારીઓને 5 થી 10 ટકાની વચ્ચેનો વધારો મળ્યો હતો, જ્યારે 15 ટકા લોકોને પગારમાં 20 ટકાથી વધુનો વધારો મળ્યો હતો.

વધુ વાંચો: ભારતીયોને રશિયા મોકલનાર એજન્ટોની હવે ખેર નહીં, તાબડતોબ કાર્યવાહી શરૂ કરાઇ

આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મહિલાઓને ઓછો પગાર આપવામાં આવે છે. ભારતમાં પુરુષો અને મહિલાઓના પગારમાં ઘણો તફાવત છે અને મહિલાઓને પુરૂષો કરતા ઓછા પૈસા મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ