ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં થર્ટી ફસ્ટના દિવસે દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, વેરાવળના દરિયામાંથી ઝડપાઈ 5000થી વધુ બોટલ
Last Updated: 10:21 AM, 31 December 2024
ADVERTISEMENT
આજે વર્ષનો છેલ્લો દિવસ છે ત્યારે ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન થશે. જેમાં નબીરાઓ દારૂની જયાફત ઉડાવશે ત્યારે રાજ્યમાં દારૂ ન ઘૂશે તેને લઇ પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે. ત્યારે આ દરમિયાન રાજ્યમાં દારૂ બંધી હોવા છતા અમુક લોકો દારૂને ગેરકાયદેસર રીતે લાવી રહ્યા છે. જેને લઇ પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.
ADVERTISEMENT
10 ઇસમોને પકડવા ચક્રો ગતિમાન
ત્યારે તાજેતરમાં હોડી મારફતે દરિયાઈ માર્ગે દમણથી દરિયાઈ માર્ગે ચોરવાડ તરફ દારૂનો જથ્થો ઘૂસાડવાનો કીમિયો ગીર સોમનાથ LCBએ નાકામ કર્યો હતો. જેમાં વેરાવળ નજીકના દરિયામાંથી પોલીસે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમોને પકડી વધુ 10 ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનામાં 180ML ની દારૂની 5376 બોટલ અને 456 બિયરના ટીન, હોડી અને મોબાઈલ મળી કુલ 12.29 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસે કોડીનાર ના મૂળદ્વારકા ગામના આરીફ ભેંસલીયા, ઈદરીશ મુલ્તાની નામના 2 ઇસમોને ધરપકડ કરી ગફુર ઉર્ફે બેરલો ભેંસલીયા, ક્રિશ ઉર્ફે કારીયો કામળીયા,નિતેશ ભાલિયા, મોસીન ઉર્ફે તાવડે મન્સૂરી અને દમણના છ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ