ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનાવે છે અડદિયા, માત્ર સૌરાષ્ટ્ર નહીં મુબઇ સુધી ડિમાન્ડ, ભાવ પોસાય તેવા

વાહ! / રાજકોટ સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનાવે છે અડદિયા, માત્ર સૌરાષ્ટ્ર નહીં મુબઇ સુધી ડિમાન્ડ, ભાવ પોસાય તેવા

Last Updated: 08:12 PM, 30 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની શરૂઆત થાય એટલે તમને અડદિયા નામનો શબ્દ સાંભળવા મળશે. અડદિયા શબ્દ સાંભળતા જ આપણા માંથી મોટાભાગના લોકોના મોંઢામાં પાણી જાય છે. એમાં પણ અત્યારે અડદિયાની સિઝન અત્યારે પુરબહારમાં ખીલી છે. આજે અમે તમને એક એવા અડદિયા વિશે જણાવીશું જેનું નામ સાંભળતા જ તમને પણ અડદિયા ખાવાનું મન થઈ જશે.

ADVERTISEMENT

રાજકોટની સેન્ટ્રલ જેલ દ્વારા બનાવવામાં આવતા અડદિયા સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ અન્ય શહેરોમાં પણ પ્રખ્યાત છે. રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા અડદિયા બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે.

રાજકોટ સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા અધિકારી બી.બી.પરમારે જણાવ્યું હતું કે શિયાળામાં સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા અડદિયા બનાવવામાં આવે છે. જેલમાં બનાવવામાં આવતા અડદિયા અમૂલ ઘી માંથી બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં અડદિયાનું 1400 કિલો પ્રોડકશન થઈ ચુક્યું છે. સરકારી નિયમો મુજબ આ અડદિયામાં 10 ટકાનો જ નફો રાખવામાં આવે છે. બજાર કિંમત કરતા આ અડદિયા 300થી 400 રૂપિયા સસ્તા હોય છે. આ અડદિયા તમને કાલાવાડ રોડ પર આવેલા ભજીયા હાઉસમાં અને જેલના સેલ રૂમમાં મળી રહે છે.

આટલો ભાવ

કેદી અલ્તાફ અલ્લારખાએ જણાવ્યું હતુ કે જેલમાં જે અડદિયા બનાવવામાં આવે છે તેમાં બહારથી આખી સુંઠ, સાકર લાવવામાં આવે છે અને અહીં જ દળવામાં આવે છે. રાજકોટ જેલમાં બનતા અડદિયાની પડતર કિંમત 440 રૂપિયા છે. જ્યારે બજારમાં 700 થી 800 રૂપિયાના કિલો અડદિયા મળે છે. સેન્ટ્રલ જેલ દ્વારા બનાવવામાં આવતા અડદિયા ખુબ જ ચોક્કાસાઈ સાથે બનાવવામાં આવે છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં બનાવાવમાં આવતા અડદિયા મુંબઈ સુધી પહોંચે છે. 15 કેદીઓ દ્વારા આ અડદિયા બનાવવામાં આવે છે. આ અડદિયા સુગર ફ્રી પણ બનાવવામાં આવે છે. સેન્ટ્રલ જેલના કેદીએ કહ્યું કે હું અહિંયા 10-12 વર્ષથી કામ કરૂ છું અને હું બેકરી વિભાગમાં કામ કરૂ છું.

આ પણ વાંચો : થર્ટી ફર્સ્ટ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું, બે મુખ્ય રોડ પર વાહનનોની અવર જવર રહેશે બંધ

રાજકોટ સેન્ટ્રલ જેલના અડદિયા વિશે વાત કરતા કેદી કહે છે કે આ અડદિયામાં 14 કિલો લોટ, 14 કિલો ખાંડ, દોઢ કિલો કાજુ, દોઢ કિલો બદામ, ધી, તજ અને ગુંદ નાંખવામાં આવે છે. આ કેદીઓ દ્વારા 500 ગ્રામના બોક્સ બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે. જેલના અડદિયા ખુબ જ ફેમસ છે. જેથી દર વર્ષે મોટા પ્રમાણમાં અડદિયાનું વેચાણ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Rajkot Jail Rajkot Central Jail
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ