બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Modi the most popular PM ever, Nehru second

દેશનો મિજાજ / લોકસભા ચૂંટણીમાં કોણ જીતશે, કોને કેટલી બેઠકો, કોણ લોકપ્રિય PM? સર્વેમાં I.N.D.I.A.નું સુરસૂરિયું

Hiralal

Last Updated: 09:24 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સર્વેમાં ઈન્ડીયા અને એનડીએ ગઠબંધનમાંથી કોણ જીતશે તેને લઈને મહત્વના તારણો જણાવાયા છે.

  • લોકસભા ચૂંટણી પહેલો એક મોટો સર્વે
  • ઈન્ડીયા ગઠબંધન મોદીને નહીં હરાવી શકે-54 ટકા લોકોનો મત
  • ગાંધી પરિવાર વગર કોંગ્રેસ ગઠબંધનનું પ્રદર્શન સુધારી શકશે

લોકસભા ચૂંટણી આડે હવે થોડા મહિના બચ્યાં છે. 2024ના માર્ચથી મેની વચ્ચે ગમે ત્યારે ચૂંટણી થઈ શકે છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સામનો નવા બનેલા વિપક્ષી ગઠબંધન 'ઈન્ડીયા' સાથે થશે. તાજેતરમાં રચાયેલા ઇન્ડિયા એલાયન્સે સ્પષ્ટ કર્યું છે કે તે આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડશે. આ ગઠબંધનમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ટીએમસી, જેડીયુ સહિત 26 વિપક્ષી દળો સામેલ છે. 'ઈન્ડીયા' ગઠબંધન દર મહિને એક મોટી બેઠક કરીને સોગઠા ગોઠવી રહ્યું છે. આ બધા વચ્ચે 'ઈન્ડીયા' ગઠબંધનને ઝટકો લાગે તેવા સમાચાર આવ્યાં છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એક વોટર સર્વેના પરિણામો સામે આવ્યાં છે જે 'ઈન્ડીયા' ગઠબંધન માટે બેડ અને એનડીએ માટે ગુડ હોવાનું લાગી રહ્યું છે. 

મોદી અત્યાર સુધીના લોકપ્રિય પીએમ 
સર્વેમાં પીએમ મોદીની લોકપ્રિયતા યથાવત રહી છે. 53 ટકા લોકોએ કહ્યું છે પીએમ તરીકે મોદી તેમની પહેલી પસંદ છે. લોકોએ બીજા સૌથી લોકપ્રિય પીએમ તરીકે ઈન્દીરા ગાંધીનું નામ જણાવ્યું છે. નેહરુ તો મોદીથી ઘણા પાછળ છે.

(1) ઈન્ડીયા ગઠબંધન મોદીને હરાવી શકે 
મૂડ ઓફ ધ નેશન પોલમાં પૂછવામાં આવ્યું હતું કે શું ઈન્ડીયા ગઠબંધન મોદીને હરાવી શકે છે? જવાબમાં 33 ટકા લોકોએ હા પાડી છે, જ્યારે 54 ટકા લોકોએ ના પાડી છે. 

(2) વિપક્ષ તરીકે કોંગ્રેસની ભૂમિકા શું રહી?
આ સવાલના જવાબમાં  43 ટકા લોકોએ સારું, 17 ટકાએ મધ્યમ અને 32 ટકા લોકોએ નકામું કહ્યું. આ સાથે જ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગાંધી પરિવાર વગર કોંગ્રેસ ગઠબંધનનું પ્રદર્શન સુધરશે? આના પર 49 ટકા લોકોએ હા તો 34 ટકા લોકોએ ના પાડી દીધી.

(3) કોંગ્રેસને કોણ પુનર્જીવિત કરી શકે?
32 ટકા લોકોએ રાહુલ ગાંધીનું નામ, 12 ટકા લોકોએ સચિન પાયલટનું, 9 ટકાએ પ્રિયંકા ગાંધીનું અને 34 ટકા લોકો ખડગેનું નામ આપ્યું. 

(4) વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીની કામગીરી કેવી રહી? 
આના પર 18 ટકા લોકોએ ખૂબ સારું, 15 ટકા લોકોએ મધ્યમ અને 27 ટકાએ સરેરાશ, જ્યારે 15 ટકા લોકોએ ખરાબ કહ્યું. 

આજે ચૂંટણી થઈ તો કોને કેટલી બેઠકો 
આજે ચૂંટણી થઈ તો એનડીએને 306, ઈન્ડીયા ગઠબંધનને 193 અને બીજાને 44 બેઠકો મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ