બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Modi govt likely to extend free ration scheme

રાહત / 80 કરોડ લોકોને મોટી ખુશખબર આપવાની તૈયારીમાં સરકાર, 6 મહિના સુધી મળી શકે મફત અનાજ

Hiralal

Last Updated: 05:34 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

80 કરોડ ગરીબોનું પેટ ભરતી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવવાની સરકારે તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે.

  • પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવવાની સરકારની તૈયારી
  • 30 સપ્ટેમ્બરે યોજનાની મુદત પૂરી થઈ રહી છે
  • તે પહેલા સરકારે યોજના લંબાવવાનો આપ્યો સંકેત 
  • ખાદ્ય સચિવે કહ્યું- 30 સપ્ટેમ્બરથી આગળ વધારાનો નિર્ણય લેવાશે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે પીએમજીકેએવાયના લાભાર્થીઓને ફરી ખુશખબર મળી શકે છે. કેન્દ્ર સરકારે વધુ ત્રણથી છ મહિના સુધી મફત રાશન આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

ગરીબ કલ્યાણ યોજના 30 સપ્ટેમ્બરથી આગળ વધારાનો નિર્ણય લેવાશે- ખાદ્ય સચિવ 
સરકાર ગરીબોને મફત અનાજ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) ને 30 સપ્ટેમ્બરથી આગળ વધારવાની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. તાજેતરમાં કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે, પીએમજીકેએવાયને 30 સપ્ટેમ્બરથી આગળ વધારવાનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે તો બીજી તરફ સૂત્રોએ જણાવ્યું કે સરકાર આગામી 3-6 મહિના સુધી ગરીબોને 5 કિલો મફત અનાજ આપવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરે પીએમ ગરીબ કલ્યાણ યોજનાની મુદત પુરી થઈ રહી છે પરંતુ તે પહેલા સરકાર તેને લંબાવવાની જાહેરાત કરી શકે છે. 

3 મહિના યોજના લંબાવવાથી સરકારી તિજોરી પર પડશે 800 અબજનો બોજો 
પીએમ ગરીબ કલ્યાણ યોજના લંબાવવાને કારણે સરકારને 10 અબજ ડોલરનું વધુ નુકસાન થઈ શકે છે.  ભારતે એપ્રિલ 2020 થી અત્યાર સુધીમાં તેના મફત ભોજન કાર્યક્રમ 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' પર લગભગ 43 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર છ મહિનાના આ વધારાથી સરકારને વધારાના 800 અબજ રૂપિયા (10 અબજ ડોલર)નું નુકસાન થઈ શકે છે.

શું છે ગરીબ કલ્યાણ અન્ન યોજના 
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ 2020માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ)માં સામેલ લગભગ 80 કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ