બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / mobile given boy play game and 87 thousand took off

સાવધાન / પ્રશ્નોના જવાબ આપતા-આપતા 14 વર્ષના કિશોરે OTP પણ આપી દીધો, એકઝાટકે 87 હજાર ઉપડી ગયા

Ajit Jadeja

Last Updated: 09:13 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેતરપિંડી અંગે કઠલાલ પોલીસમાં અજાણ્યા નંબર ધારક વિરુદ્ધ ફરિયાદ, પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

કિશોરને ગેમ રમવાની ટેવએ પરિવારને 87 હજારનો ચૂનો લાગ્યો છે. માતા-પિતા માટે ચેતવણીરૂપ આ કિસ્સો કઠલાલનો છે. અહી રહેતા એક પરિવારનો કિશોર મોબાઇલ પર ગેમ્સ રમી રહ્યો હતો ત્યારે ગઠિયાની જાળમાં ફસાયો હતો અને ઓટીપી સેર કરતા જ રૂપિયા 86,750 ઓનલાઇન ઉપડી ગયા હતા. આ મામલે કિશોરની માતાએ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. એપ્સ પર પ્રશ્નોના સાચા જવાબ આપવામાં ઓટીપી પણ આપી દેતા ખાતામાંથી પલવારમાં રૂપિયા ઉપડી ગયા હતા.

ઓનલાઇન ગેમ્સ રમી રહ્યો હતો

સાઇબર ફ્રોડની ઘટનાની મળતી માહિતી અનુસાર કઠલાલ શહેરમાં શુકન સોસાયટીમાં રહેતા સરોજબેન જૈનનું બચત ખાતુ ખોલાવેલુ હતું. અને આ ખાતા સાથે તેમનો મોબાઇલ નંબર લીંક કરવામાં આવ્યો હતો. તેમના પુત્રને ગેમ રમવાની ટેવ હોવાથી અવાર નવાર મોબાઇલની માતા પાસે માંગણી કરતો હતો અને દિકરાની જીદ પુરી કરવા માટે માતા ફોન તેને આપી દેતા હતા. જો કે આ વખતે પુત્રની મોબાઇલ પર ગેમ રમવાની ટેવ મોઘી પડી છે. 14 વર્ષના દિકરો ગત 16 ફેબ્રુઆરીએ ઘરે હતો ત્યારે તેણે માતાનો મોબાઇલ લઇ બેઠો હતો અને ગેમ રમવાનું શરૂ કર્યુ હતું. મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેના પર ઓનલાઇન ગેમ્સ રમી રહ્યો હતો.

ઓટીપી આપતા જ રૂપિયા ઉપડી ગયા

ગઠિયાઓ દ્વારા ગેમ્સમાં કિશોરને મગ્ન કરી દેવામાં આવ્યો ત્યારબાદ ધીરેધીરે તેને જાળમાં ફસાવવાનું શરૂ કરવામાં આવ્યુ. આ ગેમ્સમાં પ્રશ્નોના જવાબ પુછવામાં આવતા દીકરાએ સાચા જવાબ આપી ૪૦-૪૦ રૂપિયા મેળવ્યા હતા. જેથી વિશ્વાસ આવતા આ એપ પર ગત ૨૬મી ફેબ્રુઆરીએ આજ ગેમ્સ પર રમવાનું શરૂ કર્યુ હતું. ત્યારે જીતેલા ૪૦ રૂપિયા વિડ્રો કરેલા હતા. આ દરમિયાન એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી એક ઓટીપી આવ્યો હતો. ગેમ્સ રમવાના ચક્કરમાં તેણે આ ઓટીપી ઉપરોક્ત એપ ઉપર દાખલ કરી દીધો હતો. જેના ગણતરીના સમયમાં જ સરોજબેનના ખાતામાંથી રૂપિયા કપાવવાનું ચાલુ થઈ ગયું હતું.

વધુ વાંચોઃ ભાજપના MLA કેતન ઇનામદારના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં હડકંપ, કહ્યું 'અંતર આત્માનો અવાજ...'

ખાતામાંથી રૂપિયા કપાવા લાગ્યા હતા જેની સરોજબેનને જાણ થતા ચોકી ગયા હતા. આ એપ્સ રીમુવ કરે તે પહેલા જ કુલ ૮૬,૭૫૦  રૂપિયા કપાઈ ગયા હતા. જેથી એપ્લિકેશન દ્વારા પ્રશ્નો પૂછી ખોટી રીતે છેતરપિંડી કરવાના ઇરાદે આ માધ્યમથી ઠગાઈ કરાઈ હોવાનું તેમના ધ્યાને આવ્યુ હતું. આ છેતરપિંડી અંગે સરોજબેને કઠલાલ પોલીસમાં અજાણ્યા નંબર ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ