બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meghraja will hit the entire Gujarat again from tomorrow, know which areas are forecast for rain today

આગાહી / આવતીકાલથી ફરી સમગ્ર ગુજરાતને ધમરોળશે મેઘરાજા, જાણો આજે કયા-કયા વિસ્તારોમાં ત્રાટકશે

Malay

Last Updated: 08:06 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department forecast of rain: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • આવતીકાલથી ફરી મેઘરાજા ગુજરાતમાં બોલાવશે ધડબડાટી 

દેશભરમાં વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા મુશળધાર વરસાદે જનજીવન અસ્તવસ્ત કરી નાખ્યું છે. 12 જુલાઈ સુધી ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શખ્યતા છે, જોકે પછી તેમાં ઘટાડો થશે. ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આજે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. આવતીકાલથી ફરી મેઘરાજા વરસશે. આજે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. આજના દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, તારીખો નોંધી લેજો: સૌરાષ્ટ્રથી લઈને  ઉત્તર-મધ્ય ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | The Meteorological Department has  predicted another 4 ...

12 જુલાઈથી ફરી ભારે વરસાદની સંભાવના
આવતીકાલથી ફરી મેઘરાજા એક્ટિવ થઈ જશે. આવતીકાલથી એટલે કે 12 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. તો 13 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 14 જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha

અંબાલાલ પટેલે કરી ત્રીજા રાઉન્ડની આગાહી
આપને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે. ગતરોજ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યા છે. આગામી 15થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "અખાત્રીજના પવન પરથી અંબાલાલ  પટેલની આગાહી, અખાત્રીજ ના દિવસે નૈઋત્ય અને પશ્ચિમ તરફનો રહ્યો છે, ચોમાસું  ગુજરાતમાં ...
અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

ભારે વરસાદના કારણે નદીઓમાં આવશે પૂરઃ અંબાલાલ પટેલ
તેમણે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ