બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Many roads in Ahmedabad are still without lights

બેદરકારી / 'તથ્ય પટેલ'ના અકસ્માત કાંડે 9 લોકોના જીવ લઇ લીધા છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં, અમદાવાદમાં હજુય કેટલાંય રસ્તાઓ લાઈટ્સ વિનાના

Priyakant

Last Updated: 09:21 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISKCON Bridge Accident News: અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી, રસ્તા પર લાઇટના અભાવે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની ?

  • અમદાવાદના ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં
  • શહેરના અનેક રસ્તા પર હજુ લાઈટ્સ બંધ, ક્યારે ખૂલશે તંત્રની આંખ 
  • લાઇટના અભાવે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની ? 

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. અમદાવાદ શહેરના કેટલાય રસ્તાઓ પર હજુ લાઈટ્સનો અભાવ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ સાયન્સ સિટીથી એસ.પી.રિંગરોડ સુધીના રસ્તા પર લાઈટ્સ બંધ જોવા મળી હતી. નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના મોત બાદ હજી પણ તંત્ર જો ઊંઘમાંથી નહિ ઉઠે કઈ ફરી એકવાર હાઇવે પર લાઇટના અભાવે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની ?

અમદાવાદમાં તાજેતરમાં બનેલ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. જોકે આ ઘટના બાદ હજી પણ અમદાવાદનું તંત્ર રસ્તા પર લાઇટોને લઈ સજાગ થયું નથી. અમદાવાદ શહેરમાં હજૂ પણ અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયેલ છે. શહેરમાં હજૂ પણ અનેક રોડ પર લાઈટો બંધ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ કરીને સાયન્સ સિટીથી SP રિંગ રોડ પરની લાઈટો બંધ જોવા મળી છે. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર લાઈટો બંધ હોઇ હવે તંત્ર જાણે ઇસ્કોન દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ બાદ પણ જાગ્યુ ન હોય તેવી સ્થિતિ બની છે. 

અમદાવાદમાં ગઇકાલે પણ 3 અકસ્માત સર્જાયા હતા 
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગોજારો અકસ્માત બાદ ગઇકાલે શહેરમાં વધુ ત્રણ જગ્યા અકસ્માત સર્જાયા હતા. જોકે રાહતની વાત એ છે કે, કોઈ જાનહાનીના સમાચાર નથી. વૈષ્ણો દેવી બ્રિજ પાસે SG હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. પાપ્ત વિગતો મુજબ બે કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જો કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

ડ્રાઈવરને ખેંચ આવતા બસ ડિવાઈડર સાથે અથડાઇ 
અમદાવાદમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. વિદ્યાર્થીઓથી ભરેલી બસ એરપોર્ટ રોડ પર આર્મી કેમ્પની સામે અકસ્માત સર્જાયો હતો. ચાલુ બસે ડ્રાઈવરને ખેંચ આવતા બસ ડિવાઈડર સાથે અથડાઇ હતી. સદનસિબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સ્કૂલ બસને અકસ્માત થતાં જ આર્મી જવાનો દોડી આવ્યા હતા અને આર્મી જવાને બસ ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપી હતી.

થલતેજ અંડરપાસમાં અકસ્માત
અમદાવાદમાં અકસ્માતોની વણજાર યથાવત જોવા મળી રહી છે. થલતેજ અંડરપાસમાં કાર અકસ્માત સર્જાયો હતો. કારની આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો તો અને ઘટનાના પગલે ટ્રાફિક જામ થયો હતો. જાયડસ ચાર રસ્તાથી પકવાન તરફ આવતા રસ્તા પર ટ્રાફિકજામના દર્શ્યો સર્જાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ