બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Manipur Violence: shoot at sight Order, Statewide Curfew, Army On High Alert, See Latest Update

BIG NEWS / મણિપુર હિંસા: 'દેખો ત્યાં ઠાર'નો આદેશ, સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ, સેના હાઇ એલર્ટ પર, જુઓ લેટેસ્ટ અપડેટ

Megha

Last Updated: 09:12 AM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિપુરના ગવર્નર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'સમજાવટ અને ચેતવણી છતાં પણ જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

  • મણિપુરના 16માંથી 8 જિલ્લામાં કર્ફ્યુ છે
  • સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી થશે 
  • આર્મીએ લોકોને નકલી વીડિયોથી સાવધાન રહેવા કહ્યું

મણિપુરના અમુક હિસ્સાઓમાં ફાટી નીકળેલી હિંસાના પગલે, ભારતીય સેનાએ કહ્યું છે કે મોરેહ અને કાંગપોકપી વિસ્તારોમાં પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે સાથે જ ઇમ્ફાલ અને ચુરાચંદપુર વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મણિપુરમાં વધારાના જવાનોની સાવચેતીભરી તૈયારીઓ ચાલી રહી છે અને નાગાલેન્ડના વધારાના સૈનિકોને પણ મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફરીથી તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ મણિપુરના 16માંથી 8 જિલ્લામાં કર્ફ્યુ છે અને સરકારે સુરક્ષા દળોને તોફાનીઓને જોતા જ ગોળીબાર કરવાનો આદેશ જારી કર્યો છે. 

સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી થશે 
નોંધનીય છે કે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે ઉત્તરપૂર્વ ફ્રન્ટિયર રેલ્વેએ હાલ માટે મણિપુર જતી તમામ ટ્રેનોને અટકાવી દીધી છે. NF રેલ્વેના CPRO સબ્યસાચી ડેએ આ વિશે વાત કરતાં કહ્યું કે, 'જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી કોઈ ટ્રેન મણિપુરમાં નહીં પ્રવેશે.' જણાવી દઈએ કે મણિપુર સરકાર દ્વારા ટ્રેનની અવરજવર રોકવાની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરના ગવર્નર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'સમજાવટ અને ચેતવણી છતાં પણ જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

ભારતીય સેનાએ કહ્યું, 'આ ઉપરાંત, ભારતીય વાયુસેના આજે રાત્રે ગુવાહાટી અને તેજપુરથી વધારાના સૈનિકોને મણિપુર પહોંચાડવા માટે ફ્લાઈટ્સનું સંચાલન કરશે. અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં મેઇતેઇ સમુદાયના સમાવેશના વિરોધમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન (એટીએસયુ) મણિપુર દ્વારા આયોજિત રેલી દરમિયાન 3 મેના રોજ હિંસા ફાટી નીકળ્યા બાદ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સેના અને અર્ધલશ્કરી દળોને મણિપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે. માટે કૂચ કરવામાં આવી રહી છે

આર્મીએ લોકોને નકલી વીડિયોથી સાવધાન રહેવા કહ્યું
આ દરમિયાન આદિવાસી જૂથોએ કેટલાક જિલ્લાઓમાં રેલીઓ કાઢ્યા પછી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાના ભંગાણને પગલે, ભારતીય સેનાએ નાગરિકોને માત્ર સત્તાવાર અને ચકાસેલા સ્ત્રોતો દ્વારા સામગ્રી પર વિશ્વાસ રાખવા વિનંતી કરી. આ સાથે જ સેનાએ લોકોને નકલી વીડિયોથી સાવધાન રહેવા જણાવ્યું છે. 

મણિપુરમાં હિંસા કેમ ફાટી નીકળી?
અખિલ ભારતીય આદિવાસી વિદ્યાર્થી સંઘે 3 મેના રોજ ઇમ્ફાલ અને ચુરાચંદપુર વિસ્તારોમાં આદિવાસી એકતા કૂચ બોલાવી હતી. દરમિયાન આદિવાસી અને બિન-આદિવાસી સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આદિવાસી સમુદાય બિન-આદિવાસી મેઇતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) માં સમાવવાની માંગ સામે વિરોધ કરી રહ્યો હતો. મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાયની માંગ પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે કેન્દ્રને આ અંગે 4 મહિનામાં સૂચનો મોકલવા કહ્યું છે. આ આદેશ પછી આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ