બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Major disaster in Northern Mexico: 19 killed as passenger bus collides with truck

BIG BREAKING / ઉત્તરી મેક્સિકોમાં મોટી દુર્ઘટના: યાત્રિકોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 19ના મોત, અનેક ઘાયલ

Priyakant

Last Updated: 07:58 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં દર્દનાક અકસ્માતમાં 19 લોકોના મોત, મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા

  • ઉત્તરી મેક્સિકોના હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો
  • મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર
  • દર્દનાક અકસ્માતમાં 19 લોકોના મોત થયા, અનેક ઘાયલ 

Mexico Bus Accident : ઉત્તરી મેક્સિકોના હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. વિગતો મુજબ મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ તરફ આ દર્દનાક અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત મેક્સિકોના નોર્થવેસ્ટર્ન સિનાલોઆ સ્ટેટમાં થયો હતો.

સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના મેક્સિકોના ઉત્તર-પશ્ચિમ સિનાલોઆમાં બની હતી. જોકે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી મૃત્યુઆંકનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ અકસ્માત દરિયાકિનારાના ધોરીમાર્ગ પર થયો હતો જે બીચ-ફ્રન્ટ શહેરો માઝાટલાન અને લોસ મોચીસને જોડે છે. આ ભયાનક અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.

વધુ વાંચો: જો સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જાવ છો, તો આ 10 કામ કરીને કાઢી શક્શો તમારો ખર્ચો 

મહત્વનું છે કે, અકસ્માતની કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે, સવારે થયેલા આ અકસ્માતમાં વાહનના ટુકડા થઈ ગયા હતા અને આગ લાગી હતી. અકસ્માત બાદ ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ