બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / વિશ્વ / Australia visa students can earn in sydney with this professional skills

તમારા કામનું / જો સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જાવ છો, તો આ 10 કામ કરીને કાઢી શક્શો તમારો ખર્ચો

Vishnu

Last Updated: 11:32 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા જતા પહેલા જો તમે આટલા કામ શીખી લેશો તો, તમે ત્યાં જઈને ફટાફટ કમાણી કરીને ખર્ચો કાઢી શક્શો.

  • ઓસ્ટ્રેલિયા જતાં પહેલા શું ધ્યાન રાખવું?
  • કેવી રીતે ઓસ્ટ્રેલિયામાં આસાનીથી જોબ મેળવી શકાય?
  • આ 10 સ્કીલ્સ તમને કરશે મદદ

આજકાલ ફોરેન જવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ખાસ કરીને કેનેડા, ન્યૂઝી લેન્ડ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો યુવાનોમાં લોકપ્રિય છે. સારા અભ્યાસ માટે અને વધુ પૈસા કમાવા માટે કે પછી વિદેશમાં જ સેટલ થવા માટે યુવાનો આ દેશોની જુદી જુદી યુનિવર્સિટીમાં એડમિશન મેળવીને ત્યાં જતા રહે છે. જો કે, વિદેશ જવું બોલવામાં જેટલું સહેલું લાગે છે, તેટલું સહેલું નથી. IELTS જેવી પરીક્ષા પાસ કરીને, પૂરતું બેન્ક બેલેન્સ બતાવવાની સાથે સાથે વિદેશ જઈને ત્યાં શરૂઆતના મહિનાઓમાં કોલેજની ફીઝ, ઘરનું રેન્ટ વગેરે કાઢવું એ સૌથી મોટો પડકાર થાય છે. એટલે આજે અમે તમને એવી 10 સ્કીલ્સ વિશે વાત કરીશું, જે તમે ભારતમાં રહીને જ ડેવલપ કરશો, તો વિદેશ જવાની સાથે જ તમારી કમાણી તરત જ શરૂ થઈ જશે, અને તમારે ઘરેથી પૈસા નહીં મંગાવવા પડે.

1) Aged care worker

આપણે જેમ ભારતમાં વૃદ્ધોને સાચવવા માટે હેલ્પ રાખીએ છીએ, તેવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં પણ એજેડ કેર વર્કર હોય છે. જ્યાં તમને કલાકના 35 ડૉલર જેટલા પૈસા મળી શકે છે. જો કે આ રકમ તમારા વિસ્તાર, તમારા સંપર્કો અને તમારા કામ પર આધાર રાખે છે. પરંતુ જો તમને આ કામ કરવા માટે તમને કોઈ ખાસ વસ્તુ આવડતી હોય તે જરૂરી નથી, અહીં તમારે વૃદ્ધોનું ધ્યાન રાખવાનું હોય છે. બસ આ પ્રકારની જોબ મેળવવા માટે તમારે સારા સંપર્કોની જરૂર પડે છે. જો તમને આ કામ મળી જાય, તો તમારી કમાણી તરત જ શરૂ થઈ જશે.

2) Sales Representative
એટલે કે તમને કોઈ શોપમાં સેલ્સમેનની જોબ પણ મળી શકે છે. આના માટે બસ તમારી કમ્યુનિકેશન સ્કીલ સારી હોવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં દરેક શોપમાં ગ્રાહકોને મદદ કરે અથવા વસ્તુ વેચી આપે તેવા યુવાનોની ખૂબ મોટી ડિમાન્ડ છે. અહીં પણ તમને   કલાકના 30 ઓસ્ટ્રેલિયન ડૉલર જેટલી કમાણી થઈ શકે છે. 

3) Tutor
જો તમે કોઈ વિષયમાં સારો એવો અભ્યાસ કરેલો છે, તો ઓસ્ટ્રેલિયા જઈને તમે તેના ટ્યુશન કરાવી શકો છો. જેમ કે ઓસ્ટ્રેલિયામાં વર્ષોથી વસેલા અનેક ગુજરાતી પરિવારો પોતાના બાળકોને સારું ગુજરાતી બોલવા શીખવતા હોય છે. તો જો તમારી ગુજરાતી ભાષા પર પકડ સારી છે અને તમે ભણાવી પણ શકો છો, તો ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ તરત જ તમારી કમાણી શરૂ થઈ શકે છે.

4) Fitness Trainer
ફિટનેસ ટ્રેઈનર તરીકેની જોબમાં પણ ઓસ્ટ્રેલિયામાં ઘણી બધી તક રહેલી છે. જો તમે વિદેશ જવાનું આયોજન કરી રહ્યા છો તો એકાદ વર્ષ પહેલા જ ભારતમાં ફિટનેસ ટ્રેઈનર તરીકેની તાલીમ લેવાનું શરૂ કરી દો. આ તમે કોઈ પણ જિમમાં કરી શકો છો. એટલે ઓસ્ટ્રેલિયા ગયા બાદ તમે ત્યાંના જિમમાં થોડીક મહેનત બાદ નોકરી મેળવી શકો છો.

5) Deliver Person
ભારતથી ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓની સૌથી પહેલી જોબ તરીકે ડિલિવરી પર્સનની જોબ સૌથી કોમન છે. એમાંય જો તમારું ટુવ્હિલર અથવા ફોરવ્હિલર ડ્રાઈવર તરીકેનું લાઈસન્સ ઓસ્ટ્રેલિયામાં વેલિડ છે, તો તમને આ જોબ મળવાના ચાન્સ વધી જાય છે. ડિલીવરી પર્સન તરીકે તમને કલાકના 20થી 25 ઓસ્ટ્રેલિયન ડોલરની કમાણી થઈ શકે છે.

6) Cleaner
સાંભળવામાં ભલે આ પ્રકારની નોકરી થોડી અજુગતી લાગે, પરંતુ જ્યારે આપણે લોન લઈને વિદેશમાં જઈએ છીએ, ત્યારે આ પ્રકારની જોબ આપણને સેટલ થવામાં ખૂબ મદદ કરે છે. ક્લિનર તરીકે તમે કલાકના 20થી 25 ઓસ્ટ્રેલિયન ડોલરની કમાણી કરી શકો છો. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારની જોબમાં ખૂબ મોટી ડિમાન્ડ છે. 

7) Babysiter
બેબીસીટરની જોબમાં પણ તમે સારી એવી કમાણી કરી શકો છો. ઘણા ભારતીય કપલ્સ એટલે કે પતિ-પત્ની બંને નોકરી કરતા હોય છે, એવામાં તેમે બાળકોને સાચવવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તેઓ પહેલા પોતાના ગુજરાતી અથવા ભારતીય સર્કલમાંથી વિશ્વાસુ વ્યક્તિની શોધ કરે છે. એટલે જો તમારા સંપર્કો સારા છે અને તમે સારી રીતે બાળકોને સાચવી શકો છો, તો તમે કલાકના 20 ઓસ્ટ્રેલિયન ડૉલરની કમાણી કરી શકો છો.

8) Carpenter
ભારતમાં ભલે આ પ્રકારની જોબને એક ચોક્કસ વર્ગના લોકો માટે જોવામાં આવતી હોય, પરંતુ ઓસ્ટ્રેલિયામાં આ કામ તમારું ટેન્શન ઘટાડી શકે છે. કારપેન્ટ્રીમાં પણ તમે સારા એવા ઓસ્ટ્રેલિયન ડૉલર કમાઈને તમારી ફીઝ અને રહેવાનો ખર્ચો કાઢી શકો છો. એટલે જો તમે પણ ઓસ્ટ્રેલિયા જવાનું આયોજન કરી રહ્યા છો તો થોડું કાર્પેન્ટ્રીનું કામ શીખી જશો, તો ફટાફટ કામ મેળવી શક્શો.

9) Messors, Plumber
ઓસ્ટ્રેલિયાના જુદા જુદા શહેરોમાં મેસર્સ અને પ્લમ્બરની પણ મોટી ડિમાન્ડ છે. વિક્સિત દેશોમાં આ પ્રકારનું કામ કરનારા ખૂબ ઓછા લોકો છે. એટલે ભારતથી ભણવા માટે જતા યુવાનોને આ પ્રોફાઈલમાં વિપુલ તકો મળી રહે છે. જો તમે પણ બેઝિક પ્લમ્બિંગ જેવા કામ શીખી જશો, તો ઓસ્ટ્રેલિયામાં ફટાફટ કામ મળી જશે અને કમાણી શરૂ થઈ જશે.

10) Barber 
આ એક સ્કીલ એવી છે, જે તમને ઓસ્ટ્રેલિયામાં PR પણ અપાવી શકે છે. જો તમે ઓસ્ટ્રેલિયામાં વાળ કપાવા જાવ તો ઓસ્ટ્રેલિયન ડૉલર્સમાં ચૂકવણી કરવી પડે, જે સ્ટુન્ડટ્સને ખૂબ મોંઘી પડે છે. એટલે સ્ટુડન્ટ્સ તેને જાતે જ મેનેજ કરતા હોય છે. આવી સ્થિતિમાં જો તમે ઓસ્ટ્રેલિયા જતા પહેલા કોઈ સલૂનમાં બાર્બરની સ્કીલની ટ્રેનિંગ લઈ લો છો, તો તમે ત્યાં જઈને જાતે જ કમાણી કરી શકો છો. વળી ઓસ્ટ્રેલિયામાં બાર્બરને પીઆર ઈઝી મળી જાય છે. આ માટે તમારે ત્યાં માત્ર એક વર્ષનો કોર્સ જ કરવાનો રહે છે. 

આ કારણોસર કેનેડાના વિઝા રિજેક્ટ થઇ રહ્યાં છે, જાણો એપ્લાય પ્રોસેસથી લઇને PR મેળવવા સુધીની ટિપ્સ

જો કે અહીં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે જ્યારે તમે કોઈ જોબ કરો છો, કે મેળવો છો ત્યારે તે તમારા વિઝાની કન્ડિશન પર આધાર રાખે છે. જેમ કે સ્ટુડન્ટ વિઝા પર સ્ટુન્ડટ્સને કેટલાક કલાકો સુધી જ કામ કરવાની પરવાનગી હોય છે. આ રીતે જો તમે પણ જોબ કરવા ઈચ્છો છો, તો પહેલા તમારા વિઝાની કંડિશનને બરાબર વાંચી લેજો અથવા તમારા કન્સલટન્ટ પાસેથી તેને સમજી લેજો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ