maharashtra political crisis uddhav aditya thackeray eknath shinde
મહારાષ્ટ્ર /
શિવસેનાના વધુ એક મંત્રીની શિંદે ગ્રુપમાં થઈ એન્ટ્રી, ઉદય સામંત ગુવાહટી જવા રવાના
Team VTV05:13 PM, 26 Jun 22
| Updated: 05:32 PM, 26 Jun 22
મહારાષ્ટ્રમાં થયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના રાજકારણ પર જાણે કોઈની નજર લાગી ગઈ છે. શિવસેનાની અંદર ચાલી રહેલા જૂથવાદના કારણે બે ફાડ પડી ગઈ છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં અસ્થિરતા
ઠાકરે જૂથમાંથી વધુ એક મંત્રી ગુવાહટી ભાગ્યા
શિંદે ગ્રુપમાં અન્ય એક ધારાસભ્યની એન્ટ્રી થઈ
મહારાષ્ટ્રમાં થયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના રાજકારણ પર જાણે કોઈની નજર લાગી ગઈ છે. શિવસેનાની અંદર ચાલી રહેલા જૂથવાદના કારણે બે ફાડ પડી ગઈ છે. એક બાજૂ બળવાખોર નેતાઓ શિંદેને પોતાના નેતા માની રહ્યા છે, તો પાર્ટીના અમુક નેતાઓ ઉદ્ધવ ઠાકરેને પોતાના નેતા માની રહ્યા છે. એક બાજૂ શિંદે ગુવાહટીમાં બેસીને પોતાની તાકાત દેખાડી રહ્યા છે, તો બીજી બાજૂ ઉદ્ધવ ઠાકરેના તેવર પર સખ્તાઈ દેખાડી રહ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેટલાય બળવાખોર ધારાસભ્યોની સભ્યપદ ખતમ કરવાની ભલામણ કરી છે.
Correction | Uday Samant*, Maharashtra Minister of Higher & Technical Education joins Eknath Shinde faction at Guwahati. He is the 8th minister to join the Shinde camp: Sources pic.twitter.com/cFFt43yEFk
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ કો, મહારાષ્ટ્રના વધુ એક મંત્રીની શિંદે ગ્રુપમાં એન્ટ્રી થઈ છે. મહારાષ્ટ્ર સરકારમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ મંત્રી ઉદય સામંત રવિવારે એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. ઉદય સામંત શિંદે જૂથમાં સામેલ થનારા મહારાષ્ટ્ર સરકારના આઠમાં મંત્રી છે.
મોટા ભાગના મંત્રી શિંદે સાથે
ઉદ્ધવ ઠાકરે સાથે નિચલા ગૃહમાં કેબિનેટ મંત્રી તરીકે ફક્ત આદિત્ય ઠાકરે બચ્યા છે. આ ઉપરાંત બે અન્ય મંત્રી સુભાષ દેસાઈ અને અનિલ પરબ છે. બંને વિધાન પરિષદના સભ્યો છે. એક અન્ય કેબિનેટ મંત્રી શંકરરાવ ગડખ ક્રાંતિકારી શેતકારી પક્ષ પાર્ટીમાંથી છે.
એકનાથ શિંદે સાથે આટલા મંત્રી
એકનાથ શિંદે, દાદા ભુસે, ગુલાબરાવ પાટિલ, સંદીપન ભુમરે, ઉદય સામંત, તેમાં ઉદય સામંત ગુવાહટીના રસ્તે જઈ રહ્યા છે. ઉપરાંત રાજ્ય મંત્રી શંભુરાજ દેસાઈ, અબ્દુલ સત્તારી, રાજેન્દ્ર પાટિલ, યેદ્રાવકર, બચ્ચૂ કડ્ડુ પણ તેમની સાથે છે.