બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Politics / "Maharashtra government is working against Kangana out of revenge": CM Jairam Thakur

ટિપ્પણી / "કંગના હિમાચલની પુત્રી, મહારાષ્ટ્ર સરકાર બદલો લેવાની ભાવના સાથે કરી રહી છે કામ" : હિમાચલ CM

Nirav

Last Updated: 05:36 PM, 9 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલનાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારનું વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે, હું તેની નિંદા કરું છું. તેણે કહ્યું, 'કંગના હિમાચલની પુત્રી છે, તેણે ફક્ત પોતાનો અવાજ ઉઠાવ્યો. મહારાષ્ટ્ર સરકાર તેમની સામે બદલોની ભાવનાથી કાર્યવાહી કરી રહી છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે.

  • હિમાચલના મુખ્યપ્રધાનનો મહારાષ્ટ્ર સરકાર પર ગંભીર આરોપ 
  • હિમાચલની પુત્રી પર થઈ રહી છે બદલાપૂર્ણ કાર્યવાહી: CM ઠાકુર 
  • મહારાષ્ટ્ર સરકારનું વર્તન દુર્ભાગ્યપૂર્ણ, હું તેની નિંદા કરું છું: મુખ્યમંત્રી જયરામ 

હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુરે બોલીવુડ અભિનેતા કંગના રનૌત સામે મહારાષ્ટ્ર સરકારની કથિત બદલો લેવાના પગલા પર કડક પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારનું વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે, હું તેની નિંદા કરું છું. તેમણે કહ્યું, 'કંગના હિમાચલની પુત્રી છે, તેણે ફક્ત પોતાનો અવાજ ઉઠાવ્યો. મહારાષ્ટ્ર સરકાર તેમની સામે બદલાની ભાવનાથી કાર્યવાહી કરી રહી છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે.

કંગના છે હાલ ચર્ચામાં

મહત્ત્વની વાત એ છે કે કંગના આ સમયે તેની મુંબઈ ટ્વીટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ શિવસેનાના નેતા સંજય રાઉતના નિવેદન પર ટ્વીટ કર્યું છે. હકીકતમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કંગના પર મુંબઈ પોલીસનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવીને મુંબઈ પાછા ન ફરવાનો આરોપ લગાવ્યો હતો. આના પર કંગના રનૌતે કહ્યું હતું કે "તેને મુંબઈ હવે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર જેવુ લાગે છે."

કંગનાએ કરી હતી મુંબઈ પોલીસની ટીકા

 મુંબઇ પોલીસની ટીકા કરતા કંગનાએ ટ્વીટ કર્યું હતું કે, એક જાણીતા સ્ટારના મૃત્યુ પછી મેં ડ્રગ અને મૂવી માફિયા રેકેટ વિશે વાત કરી હતી. મને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી કારણ કે તેઓ સુશાંતસિંહ રાજપૂત કેસમાં ફરિયાદોની અવગણના કરી રહ્યા છે. કંગના તેના ગૃહ રાજ્ય હિમાચલથી મુંબઇ પાછી ફરી છે. 

BMCએ કંગનાની ઓફિસ તોડી પાડવા કરી કાર્યવાહી 

કંગનાએ દાવો કર્યો હતો કે BMC ના અધિકારીઓએ તેને આ વિવાદ વધ્યા પછી તેમની ઓફિસ તોડી નાખવાની ધમકી આપી હતી. તેના આકરા નિવેદનોની વચ્ચે BMC એ કંગનાની ઓફિસ પર બુલડોઝર ફેરવી કાઢ્યું હતું. BMC એ મંગળવારે કંગનાની ઓફિસની બહાર એક નોટિસ ચોંટાડી હતી. જે મુજબ BMC ની મંજૂરી લીધા વિના ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. BMC ની આ કાર્યવાહી પર જો કે બોમ્બે હાઇકોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. 

બોમ્બે હાઈકોર્ટે કંગનાની ઓફિસ તોડી પાડવામાં પ્રતિબંધ મૂક્યો છે. BMC ની આ કાર્યવાહી સામે બુધવારે કંગના હાઈકોર્ટ પહોંચી હતી, તેમની અરજી બાદ કોર્ટે  BMC નો જવાબ માંગ્યો છે. ખરેખર, આ પહેલા હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે 30 સપ્ટેમ્બર સુધી કોઈ બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે નહીં. નોંધનીય છે કે આ કાર્યવાહી મુદ્દે શિવસેનાની ઘણી આલોચના થઈ હતી. તેમની જ સરકારમાં ભાગીદાર એવા NCP ના શરદ પવારે પણ અ ઘટનાને વખોડી કાઢી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ