બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Maharashtra government brings dress code for school teachers; Ban on jeans-t-shirt

મનાઈ / જિન્સ-ટીશર્ટ પહેરીને નહીં આવી શકાય સ્કૂલમાં, અહીંયા ટીચર્સ માટે લાગુ પડ્યો ડ્રેસ કોડ

Megha

Last Updated: 03:29 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ રાજ્યમાં સરકારે શાળાઓમાં શિક્ષકોના ડ્રેસને લઈને એક પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષકોને જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે શાળાના શિક્ષકો માટે નવો આદેશ લાગુ કર્યો છે. અહીં સરકારે હવે શિક્ષકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે શિક્ષકોએ સાદા કપડામાં જ શાળાએ આવવું પડશે. મહિલા શિક્ષકો માટે સાડી અને સલવાર નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે પુરૂષ શિક્ષકો માટે શર્ટ અને પેન્ટ લાગુ કરવામાં આવ્યા છે. આ સાથે જીન્સ અને ટીશર્ટ પહેરીને આવવાની પણ મનાઈ છે. 

Topic | VTV Gujarati

મહારાષ્ટ્ર સરકારે શિક્ષકો માટે જે ડ્રેસ કોડ જાહેર કર્યો છે તેમાં ઘણા નિયંત્રણો પણ સામેલ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જારી કરાયેલ ડ્રેસ કોડ મુજબ હવે શિક્ષકોએ જીન્સ, ટી-શર્ટ, ડિઝાઈનર અને પ્રિન્ટેડ કપડાં નહીં પહેરવાના રહે. સરકરે આ અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે અને જારી કરાયેલા નોટિફિકેશનમાં સૂચન કરવામાં આવ્યું છે કે મહિલા શિક્ષકોએ સલવાર, કુર્તા અને દુપટ્ટા અથવા સાડી અથવા ચૂરીદાર પહેરવા જોઈએ, જ્યારે પુરૂષ શિક્ષકોએ શર્ટ અને પેન્ટ પહેરવું જોઈએ.

VTV Gujarati News and Beyond on X: "બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા  નિર્ણય: ચોરી કરનારા વિદ્યાર્થીને મળશે કડક સજા, વિદ્યાર્થી 2 વર્ષ નહીં આપી  શકે ...

15 માર્ચના રોજ રાજ્યના શાળા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ એક સૂચનામાં, શિક્ષકોને તેમના પોશાક વિશે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે શાળાએ જતા બાળકો સરળતાથી પ્રભાવિત થઈ શકે છે. સરકારી પરિપત્ર અનુસાર, શાળાના શિક્ષકો માટે ડ્રેસ કોડ સંબંધિત 9-પોઇન્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા જાહેર, ખાનગી અને રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓને લાગુ પડશે.

વધુ વાંચો: 'એમને શું ખબર પડે આપણો ઈતિહાસ', CAA મામલે જયશંકરે અમેરિકા સહિતના દેશોને દેખાડ્યું 'દર્પણ'

આ સાથે જ પરિપત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરો માટે 'ડૉ' અને વકીલો માટે 'એડ'ની જેમ શિક્ષકોએ પણ અંગ્રેજીમાં 'Tr' અને મરાઠીમાં 'T' એમના નામની આગળ લગાડવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યના શાળા શિક્ષણ વિભાગના આ નિર્ણયનો હેતુ શિક્ષકોને માન્યતા આપીને તેમનું મનોબળ વધારવાનો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ