બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Mahamamthan The full-time budget of the state government with a size of 3 lakh 32 thousand 465 crores was presented

Budget 2024 / બજેટ પર મહામંથન: ધારાદાર સવાલોના મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા અસરદાર જવાબ, 5 પોઈન્ટ સૌથી મહત્વના

Vishal Khamar

Last Updated: 08:50 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahamamthan: રાજ્ય સરકારનું 3 લાખ 32 હજાર 465 કરોડનું કદ ધરાવતું પૂર્ણકાલીન બજેટ રજૂ થયું જેમાં પુરાંત અને સર્વસમાવેશી વિકાસની વાત હતી

  • રાજ્ય સરકારનું 2024નું બજેટ રજૂ થયું
  • બજેટમાં ગુજરાત માટે 5-Gનો મંત્ર
  • રૂપિયા 3 લાખ 32 હજાર 465 કરોડ બજેટનું કદ


2024નું વર્ષ અને 2047નું વિઝન. દેશના વચગાળાના બજેટને પગલે ગુજરાત સરકાર પણ એ જ રસ્તે આગળ વધી. રાજ્ય સરકારનું 3 લાખ 32 હજાર 465 કરોડનું કદ ધરાવતું પૂર્ણકાલીન બજેટ રજૂ થયું જેમાં પુરાંત અને સર્વસમાવેશી વિકાસની વાત હતી. ગત વર્ષ કરતા આ વર્ષે બજેટના કદમાં 11 ટકાનો વધારો થયો છે. જો કે રાજયના બજેટમાં જે ધ્યાન ખેંચનારી બાબત છે તે શહેરીકરણને લગતી છે. હાલના અંદાજ પ્રમાણે રાજ્યની 50 ટકા વસતિ શહેરમાં વસે છે અને આગામી બે દાયકામાં આ રેશિયો 75 ટકા સુધી થાય તો પણ નવાઈ નથી. જેની ચર્ચા લાંબા સમયથી થતી હતી તે આ બજેટ બાદ અમલી બનશે. રાજ્યમાં હાલ 8 મહાપાલિકા અસ્તિત્વમા છે જેમાં વધુ 7નો ઉમેરો થશે. શહેરીકરણના વ્યાપ વધવાની સાથે એ સવાલ ચોક્કસ કરવાનો થાય કે સાચુ ભારત જેમા વસે છે આ ગામડાનું શું. જો કે બજેટમાં સરકારે યથાયોગ્ય રીતે જવાબ આપવાનો પ્રયાસ કર્યો જ છે. એકંદરે ગુજરાતના બજેટને ઉડતી નજરે જોઈએ તો આર્થિક ગણતરી મુકવામાં આવી છે જેની સામે રાજકીય ફાયદાને પણ ચોક્કસપણે જોવામાં આવ્યો છે. આ બજેટના સૂચિતાર્થ શું નિકળે છે. શું હવે એવું માની શકીએ કે ગુજરાત સરકારનો શહેરીકરણનો રોડમેપ વધુ સ્પષ્ટ બન્યો છે. કૃષિ, આરોગ્ય અને શિક્ષણ માટે આ બજેટમાં નવું શું છે

બજેટમાં ગુજરાત માટે 5-Gનો મંત્ર
રાજ્ય સરકારનું 2024નું બજેટ રજૂ કરાયું છે. બજેટમાં ગુજરાત માટે 5-Gનો મંત્ર અપાયો છે. રૂપિયા 3 લાખ 32 હજાર 465 કરોડ બજેટનું કદ છે. 2024માં 2047ના વિઝનને દર્શાવતા બજેટનો દાવો. શહેરીવિકાસને પ્રાધાન્ય તેમજ વિદ્યાર્થી, મહિલાઓ માટે પણ યોજનાઓ છે. આર્થિક ગણતરી માંડીને સરકાર જોઈ રહી છે રાજકીય ફાયદો? તેમજ ગુજરાતના ભવિષ્યના રોડમેપમાં કોને અગ્રતાક્રમ?

રાજ્યના બજેટની મહત્વની વાત
7 નવી મહાપાલિકા બનશે
રાજ્યમાં 162 સરકારી માધ્યમિક શાળા શરૂ થશે
બે નવી કૃષિ યુનિવર્સિટી બનશે
ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યા ઉભી કરાશે
નમો લક્ષ્મી, નવો સરસ્વતી, નમો શ્રી યોજનાની જાહેરાત
ગિફ્ટ સિટીમાં ફિન-ટેક હબની સ્થાપના
ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થશે
ગીરમાં આઈકોનિક બોટોનિકલ ગાર્ડન બનશે
કૃષિ, સહકાર, ખેડૂત કલ્યાણ માટે 22914 કરોડની સહાય
બ્લૂ ફ્લેગ બીચને પ્રોત્સાહન
સમુદ્ર સીમાદર્શનના વિકાસને વેગ અપાશે
ઈકો ટુરિઝમની કામગીરી માટે જોગવાઈ
અયોધ્યાધામમાં ગુજરાતથી આવતા યાત્રીઓ માટે નિવાસસ્થાન બનશે
ધોરણ 9, 10 અને પોસ્ટ મેટ્રીક પછીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ
ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર
બાવળા, કામરેજમાં 300 બેડની હોસ્પિટલ બનશે

આ નગરપાલિકા બનશે મહાપાલિકા

  1. નવસારી
  2. ગાંધીધામ
  3. મોરબી
  4. વાપી
  5. આણંદ
  6. મહેસાણા
  7. સુરેન્દ્રનગર-વઢવાણ

નમો લક્ષ્મી યોજના શું છે?
ધોરણ 9-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક 10 હજારની સહાય અપાશે. ધોરણ 11,12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક 15 હજારની સહાય તેમજ ધોરણ 9 થી 12માં કન્યાઓનો પ્રવેશ વધારવા આયોજન કરાયું છે. રાજ્ય સરકારે 1250 કરોડની જોગવાઈ કરી

નમો શ્રી યોજના શું છે?
11 જેટલા માપદંડમાં આવતી સગર્ભા મહિલાઓ માટે યોજના બનાવાઈ છે. સગર્ભા બહેનોને 12 હજારની સહાય તેમજ મા અને નવજાત શિશુને પોષણ અને આરોગ્યની ખાતરી

નમો સરસ્વતી યોજના શું છે?
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હેતુ તેમજ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10 હજારની સહાય અપાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે

મહાપાલિકા બનાવવા પાછળ સંભવિત ગણિત
રાજ્યમાં હાલ શહેરી વસતિ 50% છે તેમજ 2047 સુધીમાં શહેરી વસતિ 75% સુધી પહોંચવાનો અંદાજ છે. 3 લાખથી વધુ વસતિ હોય તો મહાપાલિકા જાહેર થઈ શકે છે. નગરપાલિકામાં ચીફ ઓફિસર કક્ષાએ ટેકનિકલ મહેકમ નથી હોતું. મહાપાલિકામાં કમિશનરના તાબા હેઠળ ટેકનિકલ મહેકમ હોય છે. આયોજનબદ્ધ વિકાસ, માળખાકીય સુવિધાઓ સારી મળે છે.  ટાઉન પ્લાનિંગ સ્કીમ ડેવલપ કરી શકાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે. ચોક્કસ પ્રોજેક્ટમાં સરકાર 100% રકમ આપે છે. આવકના સ્ત્રોત વધે છે અને ગામતળ વિસ્તારમાં પણ સુવિધાઓ વધે છે, સાથો સાથ નીતિવિષયક નિર્ણય લઈ શકાય છે

આ જાહેરાતો પણ અગત્યની
78 આદિજાતિ તાલુકામાં તબક્કાવાર મધ્યાહન ભોજન યોજના શરૂ થશે
કુપોષણ નિવારવા આંગણવાડીની સાથે ધોરણ 1 થી 8ના બાળકોની પણ ચકાસણી
કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં ન્યુક્લીયર મેડિસીન અને પ્રોટોન બીમ થેરાપી કાર્યરત થશે
2 હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 શરૂ કરાશે
સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ થશે
કચ્છમાં ડેમના કમાન્ડ વિસ્તારને ડેમથી ખેતર સુધી સૂક્ષ્મ સિંચાઈ અંતર્ગત આવરી લેવાશે
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કનેક્ટિવીટી વધારાશે
6 ITIને મેગા ITIમાં રૂપાંતરિત કરાશે
ઈજનેરી કોલેજોમાં રિસર્ચ પાર્કની સ્થાપના થશે
ગાંધીનગર, રાજકોટ, સુરતમાં અદ્યતન કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર
ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે 15 નવા કાઉન્સેલિંગ સેન્ટર
ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન અપાશે
ઉર્જા ઉત્પાદન અને ટ્રાન્સમિશન માટે સ્માર્ટમીટરની વ્યવસ્થા
ટુરિસ્ટ સર્કિટને જોડતા 17 રસ્તાઓનો વિકાસ
ઢાંકીથી માળિયા સુધી બીજી સમાંતર પાઈપલાઈન નંખાશે
સૌરાષ્ટ્રમાં પાણી માટે કેનાલ ઉપર નિર્ભરતા ઓછી કરવા આયોજન
મોરબી અને કચ્છમાં કૃષિ મહાવિદ્યાલય શરૂ કરાશે
ખેડબ્રહ્મામાં કૃષિ ઈજનેરી મહાવિદ્યાલય શરૂ કરાશે
સ્પેસ સેક્ટરના વિકાસ માટે અમદાવાદના ખોરજને હબ બનાવાશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ