બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આવનારા 4 દિવસમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે

logo

PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો

logo

ભાજપને 2019 કરતાં વધુ જનાદેશ મળશે: PM મોદી

logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

VTV / ભારત / Loksabha Election 2024 : BJP Release Its 1st Lok Sabha Candidates' List

Loksabha Election 2024 / BIG NEWS : ભાજપે જાહેર કરી 195 ઉમેદવારોની પહેલી યાદી, PM મોદી વારાણસીથી લડશે, કોને ક્યાંથી ટિકિટ?

Hiralal

Last Updated: 07:07 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે જેમાં ઘણા મોટા નામ સામેલ છે.

લોકસભા ચૂંટણીઓ હજુ જાહેર થઈ નથી પરંતુ રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારો જાહેર કરવા લાગ્યાં છે. સૌથી પહેલા અખિલેશ યાદવ 20થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યાં છે આ ક્રમમાં હવે ભાજપે પણ લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે અને લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. 

195 ઉમેદવારોમાંથી કયા રાજ્યના કેટલા 
યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 20, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 5, જમ્મુ-કાશ્મીરના 2, ઉત્તરાખંડના 3, અરુણાચલ પ્રદેશના 2, ગોવાથી 1, ત્રિપુરાથી 1, આંદોમાનથી 1 દિવ-દમણથી 1 ઉમેદવારો જાહેર કરાયાં છે. 

કયા દિગ્ગજોને ટિકિટ 
ભાજપની પહેલી યાદીમાં લોકસભાના 195 ઉમેદવારોમાં વારાણસીથી પીએમ મોદી, લખનઉથી રાજનાથસિંહ, અમેઠીથી સ્મૃતિ ઈરાની, મથુરાથી હેમા માલિની, વિદિશાથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી મનસુખ માંડવિયા, કોટાથી લોકસભા સ્પીકર ઓમ બીરલા સહિતના મોટા નામ સામેલ છે. ભાજપે દીવ-દમણથી લાલુ પટેલને ઉમેદવાર બનાવ્યાં છે. 

કઈ જાતિના કેટલા ઉમેદવારો 
ભાજપની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ, 27 એસટી, 18 એસટી અને 18 ઓબીસી અને 47 યુવા નેતાઓનો સમાવેશ થાય છે જેમને લોકસભાની ચૂંટણીની ટિકિટ મળી છે.

દિલ્હીની 7માંથી 5 બેઠકોના ઉમેદવારો જાહેર 
ભાજપે દિલ્હીની પાંચ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, મધ્ય દિલ્હીથી બાંસુરી સ્વરાજ, પશ્ચિમ દિલ્હીથી કમલકિત સેહરાવત અને દક્ષિણ દિલ્હી બેઠક પરથી રામવીર બિધુડીને મેદાનમાં ઉતાર્યા છે.

પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ

ભાજપની પહેલી યાદીમાં મોટા મોટા દિગ્ગજોના નામ સામેલ છે જેમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓે ટિકિટ આપવામાં આવી છે. 

ગુજરાતમાંથી 15 બેઠકોના ઉમદવારો જાહેર 
ભાજપની પહેલી યાદીમાં ગુજરાતમાંથી સૌથી વધારે ઉમેદવારો જાહેર કરાયાં છે. ભાજપે ગુજરાતમાં 15 નામોનું એલાન કર્યું છે. 

  • કચ્છ- વિનોદ ચાવડા
  • બનાસકાંઠા- રેખાબેન ચૌધરી
  • પાટણ- ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર- અમિત શાહ
  • અમદાવાદ- પશ્ચિમ- દિનેશ મકવાણા
  • રાજકોટ- પુરુષોત્તમ રૂપાલા
  • પોરબંદર -મનસુખ માન્ડવિયા
  • જામનગર- પૂનમ માડમ
  • આણંદ- મીતેશ પટેલ
  • ખેડા- દેવુસિંહ ચૌહાણ
  • પંચમહાલ- રાજપાલસિંહ જાદવ
  • નવસારી- સી આર પાટિલ
  • દાહોદ- જસવંતસિંહ ભાભોર
  • ભરૂચ- મનસુખ વસાવા
  • બારડોલી- પ્રભુભાઈ વસાવા

પહેલી યાદીમાં કોણ કોણ દિગ્ગજો 
ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સહિતના દિગ્ગજોના નામ છે. પીએમ મોદી તેમની પરંપરાગત વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તો ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને યુપીની લખઉન બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. 

હવે ગમે ત્યારે લોકસભા ચૂંટણીઓનું એલાન
ભાજપની પહેલી યાદી જાહેર થયાં બાદ હવે ગમે ત્યારે લોકસભા ચૂંટણીઓનું એલાન થઈ શકે છે. હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિવિધ રાજ્યોની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ વગેરેનો પ્રવાસ પૂરો થયો છે અને બીજા રાજ્યોની મુલાકાત ચાલી રહી છે. 

ગુરુવારે રાતના સાડા ત્રણ સુધી ચાલી હતી બેઠક 
ગુરુવારે રાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક રાતના સાડા ત્રણ વાગ્યાં સુધી ચાલી હતી જેમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. ભાજપની મહત્વની બેઠકમાં પીએમ મોદીની ઉપરાંત યુપી સીએમ યોગી આદિત્યનાથ, એમપી સીએમ મોહન યાદવ સહિત બીજા રાજ્યોના સીએમ હાજર રહ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ