બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

VTV / ભારત / Lok Sabha Election 2024 BJP will form an alliance with this party after 15 years

રાજકારણ / લોકસભા ચૂંટણી પહેલા જૂના સાથીઓ ફરી ભેગા થવાની તૈયારીમાં! 15 વર્ષ બાદ આ પાર્ટી સાથે ગઠબંધન કરશે ભાજપ

Megha

Last Updated: 08:58 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા NDA અને BJD વચ્ચે ગઠબંધન થઈ શકે છે. બંને પક્ષો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. અહેવાલ અનુસાર આ વિશેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચૂંટણી પંચ ટૂંક સમયમાં તારીખો પણ જાહેર કરશે, એવામાં અત્યારે દરેક રાજકીય પક્ષોએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 400 પાર કરવાનો નારો આપ્યો છે. 

હવે ભાજપ તેના આ સૂત્રને વાસ્તવિકતામાં બદલવાની પહેલ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા બિહારમાં નીતિશ કુમાર સાથે ગઠબંધન કરીને એનડીએની સ્થિતિ મજબૂત કરી. આ પછી, ઓડિશામાં લગભગ 15 વર્ષ પછી, તે તેના જૂના સાથી અને સત્તારૂઢ બીજુ જનતા દળ (BJD) સાથે ગઠબંધન કરવા જઈ રહી છે.

લોકસભા ચૂંટણી પહેલા NDA અને BJD વચ્ચે ગઠબંધન થઈ શકે છે. માનવામાં આવે છે કે BJD 15 વર્ષ બાદ NDAમાં પરત ફરવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર બીજેડી પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે NDA સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે અને બંને પક્ષો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે બીજેડીના એનડીએમાં જોડાવાની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના સમર્થન બાદ બંને પક્ષો વચ્ચે ગઠબંધનની અફવાઓ વધી હતી.

જો કે આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બુધવારે બંને પક્ષોના નેતાઓએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધનનો સંકેત આપ્યો હતો. બીજેડી નેતાઓએ બુધવારે મુખ્ય પ્રધાન નવીન પટનાયકના નિવાસસ્થાને મેરેથોન બેઠક યોજી હતી, જ્યારે ભાજપના ઓડિશા એકમના નેતાઓ બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા.

દરમિયાન, દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે ઓડિશા કોર કમિટીની બેઠક યોજાઈ હતી. બીજેપીના વરિષ્ઠ નેતા જુઆલ ઓરાને કહ્યું કે તેમાં રાજ્યની તમામ 21 લોકસભા બેઠકો તેમજ રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે તેમને બીજેડી અને બીજેપી વચ્ચેના ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું કે આ અંગે પાર્ટીના ટોચના નેતા નિર્ણય કરશે. 

વધુ વાંચો: સમજી વિચારીને નિવેદન આપે રાહુલ ગાંધી: ઈલેક્શન કમિશને કરી ટકોર, જાણો કારણ

હવે ભાજપ અને બીજેડી વચ્ચે ગઠબંધન એવા સમયે થઈ શકે છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે. તાજેતરના વર્ષોમાં, બંને પક્ષો એકબીજાના વિરોધી રહ્યા છે, પરંતુ એકસાથે આવવાથી રાજ્ય તેમજ લોકસભામાં સમીકરણ મજબૂત થઈ શકે છે. ખાસ વાત એ છે કે આજે એટલે કે 7 માર્ચે પટનાયકે ભાજપ સાથે ગઠબંધન તોડ્યાને 15 વર્ષ થઈ ગયા છે. 2009ની ચૂંટણી પહેલા બંને પક્ષો અલગ થઈ ગયા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ