બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Lockdown rumor Gujarat Coronavirus labors migration

કોરોના સંકટ / લોકડાઉનની નથી થઇ કોઇ જાહેરાત : પલાયન કરતા શ્રમિકોને VTV Newsની અપીલ

Hiren

Last Updated: 05:41 PM, 8 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફરી લોકડાઉનની અફવાથી શ્રમિકોએ પલાયન શરૂ કર્યું છે. VTV Newsની શ્રમિકોને અપીલ છે કે કોઇ લોકડાઉન નથી લાગ્યું.

  • કોરોના સંક્રમણને લઇ મોટા સમાચાર
  • બિનગુજરાતી શ્રમિકોએ ફરી શરૂ કર્યું પલાયન 
  • લોકડાઉનની અફવાથી શ્રમિકોનું પલાયન

કોરોના વાયરસને લઇને જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. આજે સમગ્ર વિશ્વ આ મહામારી સામે લડી રહ્યું છે. વિશ્વના કોઇ પણ દેશ કે કોઈ ખૂણો આનાથી બચ્યો નથી. તેવામાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ 3500ને પાર પહોંચી ચૂક્યા છે. તો રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવી દેવાયો છે. આ વચ્ચે ફરી લોકડાઉનની અફવાઓએ જોર પકડતા પ્રવાસી મજૂરોએ ફરી પલાયન શરૂ કરી દીધું છે.

રાજ્યમાંથી બિનગુજરાતી શ્રમિકોએ ફરી પલાયન શરૂ કરી દીધું છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડના શ્રમિકો વતન જવા રવાના થઇ રહ્યા છે. ત્યારે  VTV News  શ્રમિકોને અપીલ કરે છે કે રાજ્યમાં કે દેશમાં લોકડાઉનની કોઇ જાહેરાત નથી થઇ. સોશિયલ મીડિયા પર માત્ર લોકડાઉનની અફવાઓ છે.

બિન ગુજરાતી લોકોનું પલાયન વધી ગયું છે. લોકો મોટી સંખ્યામાં ગુજરાત છોડી રહ્યા છે. લોકડાઉન મુદ્દ શ્રમિકોનું કહેવું છે કે, લોકડાઉન લાગવાનું છે એવું સાંભળવા મળી રહ્યું છે. કોરોનાના કારણે માહોલ એવો છે કે ઘરે જઇ રહ્યા છીએ.

ફરી કોરોનાના કેસ વધતા દેશના અનેક રાજ્યોના જિલ્લાઓમાં લોકડાઉન, વિકેન્ડ કર્ફ્યુ, કર્ફ્યુ, 144 અને નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના પણ 20 જિલ્લાઓમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવાયું છે. જોકે રાજ્ય સરકારે હજુ સુધી લોકડાઉનની જાહેરાત નથી કરી. પરંતુ સોશિયલ મીડિયામાં ગત વર્ષના વીડિયો અને કેટલાક ટિખળખોરો દ્વારા આ પ્રકારના મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને મજૂરોમાં ડરનો માહોલ ઉભો થયો છે અને તેઓ પોતાના વતન જવા માટે નિકળી રહ્યા છે.

ગત વર્ષે લોકડાઉન લાગતા શ્રમિકો વતન પરત ફર્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ભારતમાં 25 માર્ચ 2020થી લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. આ દરમિયાન બધુ બંધ થઇ જતા પ્રવાસી મજૂરોએ વતનની વાટ પકડી હતી. સરકારી અને પ્રાઇવેટ વાહનો, રેલવે અને હવાઈ મુસાફરી પણ બંધી હતી. મજૂરો હજારો કિલોમીટર સુધી ચાલતા ગયા, કોઇને કોઇ રીતે પોતાના મૂળ વતન જવા માટે પ્રવાસી મજૂરો નિકળી પડ્યા હતા. રસ્તામાં કેટલાક મજૂરો ભુખ્યાને તરસ્યા ચલવા મજબૂર બન્યા હતા. તો કેટલાક મજૂરોના મોત પણ થયા હતા. જોકે અનેક લોકો મદદે પણ આવ્યા હતા. લોકડાઉનના કારણે ઉદ્યોગો અને તમામ ધંધાઓ બંધ થઇ જતા મજૂરો મુશ્કેલીમાં મુકાયા હતા. 

ગુજરાતમાં ગઇકાલે 24 કલાકમાં 3500ને પાર કોરોનાના કેસ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 3575 કેસ નોંધાયા છે અને 2217 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,05,149 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 22 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4620 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ