બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Ladakh: Shaitan singh memorial has been dismantled due to buffer zone, bjp denies this fact

દેશ / જેમની ટુકડીએ 1800 ચીની સૈનિકોના ઢીમ ઢાળી દીધા હતા, એ મેજર શૈતાન સિંહનું મેમોરિયલ કેમ તોડી પડાયું? જાણો BJPએ શું જવાબ આપ્યો

Vaidehi

Last Updated: 07:06 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લદ્દાખમાં મેજર શૈતાનસિંહનાં મેમોરિયલને ધ્વંસ્ત કરવા પર વિવાદ શરૂ થયાં. લોકોમાં નારાજગી પણ ભાજપે કંઈક અલગ જ જવાબ આપ્યો.

  • 1962 ભારત-ચીન યુદ્ધનાં હીરોનું મેમોરિયલ ધ્વંસ્ત
  • મેજર શૈતાનસિંહનાં સ્મારકને હટાવી દેવામાં આવ્યું
  • લોકો નારાજ પણ ભાજપનાં નેતા કંઈક અલગ જ બોલ્યાં 

1962 ભારત-ચીન યુદ્ધનાં હીરો મેજર શૈતાનસિંહનાં મેમોરિયલને ધ્વંસ્ત થઈ હોવાની માહિતી સામે આવી છે. આ મેમોરિયલ લદ્દાખનાં ચુશુલ ગામમાં બનાવવામાં આવ્યું હતું. આ જ સ્થળ પર મેજરનું પાર્થિવ શરીર મળી આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યા પર મેમોરિયલ બનાવવામાં આવ્યો હતો તે બફર ઝોનમાં સામેલ થઈ ગઈ છે જેના લીધે તેને તોડવું પડ્યું. ઘટના અંગે સ્થાનિકોમાં નારાજગીની લાગણી છે. જો કે ભાજપે નિવેદન આપ્યું છે.

ચુશુલનાં પાર્ષદે આપી માહિતી
25 ડિસેમ્બરનાં લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવેલપમેંટ કાઉંસિલનાં પૂર્વ સદસ્ય અને ચુશુલનાં પાર્ષદ ખોંચોક સ્ટાનજિને પોસ્ટ કરીને લખ્યું કે, રેજાંગ-લાનું આ ઐતિહાસિક સ્થળ "C" કોય 13 કુમાઉંનાં  સૈનિકોનું સમ્માન ધરાવતું સ્થળ છે. અફસોસની વાત છે કે ડિસઈંગેજમેંટ પ્રોસેસ દરમિયાન તેને નષ્ટ કરવું પડ્યું કારણકે તે બફર ઝોનમાં આવે છે. આવો તેમની (સૈનિકોની) બહાદુરીને યાદ કરીએ અને તેમનું સમ્માન કરીએ.

BJPએ શું આપ્યો જવાબ?
મીડિયા અહેવાલો અનુસાર આ મામલે લદ્દાખનાં BJP લોકસભા સાંસદ જામયાંગ છેરિંગ નામગ્યાલ કંઈક અલગ જ બોલી રહ્યાં છે. તેમણે દાવો કર્યો કે મેમોરિયલ હટાવવાનો બફર ઝોન સાથે કોઈ સંબંધ છે જ નહીં.. તેમણે કહ્યું કે જૂનું મેમોરિયલ નાનું હતું જેને તોડીને નવું બનાવવામાં આવશે. તેમણે બફર ઝોનવાળી વાતને નકારી દીધી છે.

વાંચવા જેવું: 3 મૂર્તિ, 3 કલાકાર અને 5 વર્ષના બાળ સ્વરૂપની દિવ્યતાની ઝલક, જાણો કેવી રીતે થશે રામલલાની મૂર્તિની પસંદગી?

કોણ છે મેજર શૈતાન સિંહ?
1962ની જંગ દરમિયાન 17000 ફીટની ઊંચાઈ પર, કકડતી ઠંડીમાં રેજાંગ લામાં મેજ શૈતાનસિંહની આગેવાનીમાં 13 કુમાઉં રેજિમેંટનાં 120 સૈનિકોની ટુકડીએ મોટી સંખ્યામાં આવેલા ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. આ બાદ મેજર શૈતાનસિંહ અને તેમની ટુકડીનાં 114 સૈનિકોનાં શવ મળ્યાં. બાકી સૈનિકોને ચીને બંધી બનાવ્યાં હતાં. ભારત યુદ્ધ હારી ગયું પણ પાછળથી ખબર પડી કે ચીનની સેનાને સૌથી વધુ નુક્સાન રેજાંગ લા પર થયું. ચીનનાં આશરે 1800 સૈનિકો આ જગ્યા પર મરી ગયાં હતાં. આ એકમાત્ર એવી જગ્યા હતી કે જ્યાં ભારતીય સેનાએ ચીની સેનાને ઘુસવા નહોતું દીધું. બહાદુરીની સાથે દુશ્મનો સાથે લડવા બદલ મેજર શૈતાનસિંહને દેશનો સૌથી મોટો વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર મળ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ