જેતપુર / મંડલીકપુર ગામે સરકારી શાળાના બાળકો ખુલ્લામાં બેસી ભણવા મજબૂર

રાજકોટના જેતપુર તાલુકાના મંડલીકપુર ગામને આધુનિક ગામ તરીકે જોવાય છે. આ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરવા ખાનગી શાળાના બાળકો પણ આવે છે. અહીં ધોરણ 1 થી 8માં 205 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં શાળામાં વિદ્યાર્થીઓ છે, સારા શિક્ષકો છે પરંતુ શાળા પાસે માત્ર ત્રણ જ રૂમ છે. જેના કારણે વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. તો અહીં નથી પીવાના પાણીની સુવિધા કે નથી ટોઇલેટની સુવિધા. સરકાર દ્વારા શાળામાં નવા 5 રૂમો બનાવવાની મંજૂરી આપી દેવાઇ છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી રૂમ બનતા નથી. જ્યારે આ બાબતે શાળાના શિક્ષકને પૂછતા તેમને જણાવ્યું કે તેઓ આ બાબતે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ