બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Kutch's coast became a center of drugs, packets of hashish found for the third consecutive day

તપાસ / કચ્છનો દરિયા કિનારો બન્યો ડ્રગ્સનું સેન્ટર, સતત ત્રીજા દિવસે મળ્યાં ચરસનાં પેકેટ, પોલીસ તપાસ શરુ

Vishal Khamar

Last Updated: 09:22 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાંથી ચરસ મળી આવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ફરી એકવાર જખૌના શેખરણ ટાપુ પરથી ચરસનું પેકેટ મળી આવ્યું છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સતત ચરસનાં પેકેટ મળી આવતા મરીન પોલીસ સતર્ક બની ગઈ છે.

  • કચ્છમાં સતત ત્રીજા દિવસે મળ્યા ચરસના પેકેટ
  • દરિયાકાંઠેથી ચરસનું વધુ એક પેકેટ મળી આવ્યો 
  • થોડા દિવસ  પહેલા ઓગાત્રા ટાપુ પરથી પણ મળી આવ્યું હતું પેકેટ

ગુજરાતના દરિયાકાંઠે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક હોવાના દાવા વચ્ચે ડ્રગ્સ મળવાની ઘટનાઓમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સના દૂષણ મામલે પહેલેથી જ બદનામીનો માર ભોગવી રહ્યો છે. આ રમણીય દરિયા માથે સફેદ કલંક સમાન ડ્રગ્સનો અવારનવાર જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેવાં સંજોગો વચ્ચે આજે ફરી એક વાર કચ્છ વિસ્તારમાંથી ચરસનું એક પેકેટ મળી આવ્યું છે.
સરહદથી અફઘાન પ્રોડક્ટ બ્રાન્ડ લખેલુ પેકેટ મળ્યું
કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી ચરસનાં પેકેટ મળી રહ્યા છે. ત્યારે આજે દરિયાકાંઠેથી વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું હતું. જખૌનાં શેખરણ ટાપુ પરથી ચરસનું પેકેટ મળી આવ્યું હતું. જે મામલે મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  ત્યારે ગત રોજ  પણ કચ્છ સરહદેથી વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટ પર અફઘાન પ્રો઼ડક્ટ બ્રાન્ડ લખેલું હતું. BSFના પેટ્રોલિંગમાં બિનવારસી ચરસનુ પેકેટ મળી આવ્યું હતું.  જખૌથી 10 કિમી દૂર ઓગાત્રા ટાપુ પર પેકેટ મળી આવ્યું હતું.

ભચાઉ નજીકથી MD ડ્રગ્સ સાથે બે ની ધરપકડ કરી હતી
બે દિવસ પહેલા કચ્છમાંથી ફરી એક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે પૂર્વ કચ્છ SOG એ  MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભચાઉ નજીક એક મહિલા અને એક યુવકની ધરપકડ કરાઈ છે. પોલીસે 3.22 કિલો ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે 5.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર કચ્છની સરહદથી ડ્રગ્સ મળતા તંત્ર પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

બે દિવસ અગાઉ MD ડ્રગ્સ સાથે બે વ્યક્તિઓ ઝડપાઈ હતી

30 માર્ચે પણ 3.42 લાખનું  MD ડ્રગ્સ ઝડપાયું હતું
30 માર્ચ 2023 નાં રોજ પણ કચ્છનાં માધાપર પાસે SOG ને મળેલ બાતમીના આધારે 34.2 ગ્રામ  મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત 3.42 લાખનાં MD ડ્રગ્સ સહિત એક મહિલાને ઝડપી પાડી હતી. ત્યારે મહિલા રેશમા ક્રિષ્ના મંડલની પૂછપરછ કરતા તે પશ્ચિમ બંગાળની રહેવાસી છે તેમજ માધાપર હાઈવે ઉપર રહે છે. ત્યારે મહિલા મુંબઈમાં બાંદ્રા ખાતેથી ખરીદી કરી ભુજ પરત આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ