બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Know the 5 most unique polling booths in Gujarat

ગુજ'રાજ' 2022 / ક્યાંક દરિયાની વચ્ચે કન્ટેનરમાં તો ક્યાંક સિંહોના જંગલમાં થશે ચૂંટણી: જાણો ગુજરાતનાં 5 સૌથી અનોખા મતદાન મથક

Priyakant

Last Updated: 12:23 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં 5 સૌથી અનોખા મતદાન મથકો કે જ્યાં ક્યાંક શિપિંગ કન્ટેનરની અંદર તો ક્યાંક ટાપુ અને ક્યાંક સિંહોના જંગલમાં થશે ચૂંટણી

  • ચૂંટણીમાં એક મતનું મૂલ્ય શું છે તે ચૂંટણી હારી જતાં નેતાને જ સમજાય
  • જંગલની વચ્ચે માત્ર 1 મતદાર માટે જ ઊભું કરાય છે મતદાન મથક 
  • 217 મતદારો માટે શિપિંગ કન્ટેનરની અંદર મતદાન મથક ઊભું કરાયું 
  • ટાપુ ઉપર અને 4757 મતદારો માટે મતદાન મથકો ઊભા કરાય છે 

હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહે છે. જોકે કોઈ પણ ચૂંટણીમાં એક મતનું મૂલ્ય શું છે તે ચૂંટણી હારી જતાં નેતાને સમજાય છે. ભારતમાં કેટલાય નેતાઓ અને મહાનુભાવો છે જે એક મતથી જીત્યા અને હાર્યા છે. એક મત સત્તા બદલી નાખે. એટલે એક મતથી શું ફરક પડે છે તેવું માનવું ભૂલ ભરેલું છે. એક મતમાં પણ તાકાત રહેલી છે. આજે આપણે જાણીશું ગુજરાતના 5 અનોખા મતદાન મથકો વિશે. 

માની લ્યો કે કોઈ એક વિસ્તારમાં 100 મતદાર છે ટોટલ અને એમાંથી કોઈ ઉમેદવારને જીતવું છે તો 51 ટકા એટલે કે 51 વોટ હોવા જરૂરી છે. જો બે જ ઉમેદવારો હોય તો. પણ જો એવું થાય કે 100 માંથી 60 જ લોકો વોટ કરે છે કે તો એનો મતલબ કે જે તે ઉમેદવારને જીતવા માટે માત્ર 31 વોટની જરૂર પડશે. એટલે કે 100 લોકોનું ભવિષ્ય માત્ર 31 ટકા લોકો જ નક્કી કરે છે. અને એટલા માટે થઈને દરેકે કે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે. અને આ વાતને આપણું ભારતનું ચૂંટણી પંચ ખાસ સમજે છે. 

ગુજરાતના 5 અનોખા મતદાન મથકો  

5. આલીયા બેટ મતદાન મથક-ભરૂચ

  • ભરૂચ જિલ્લાની અંદર વાગરા બેઠક છે એની અંદર આવે છે આ મતદાન મથક. હવે આ જે મતદાન મથક છે એની અંદર 116 પુરુષો છે અને 101 મહિલાઓ સાથે ટોટલ 217 મતદારો છે. હવે આ 217 મતદારોને પહેલા 81 કિલોમીટર સુધી મતદાન કરવા જવું પડતું હતું. પરંતુ હવે ચૂંટણી પંચ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, શિપિંગ કન્ટેનરની અંદર એક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. જેની અંદર આ તમામ મતદારો વોટ આપી શકશે. 

4. શિયાળબેટનું મતદાન મથક-રાજુલા 

  • આ મતદાન મથક એ એક ટાપુ છે અને રાજુલા બેઠક હેઠળ આવે છે. હવે ટાપુ ઉપર જવા માટે માત્ર અને મટર દરિયાઈ માર્ગનો જ ઉપયોગ કરી શકો છો. આ ટાપુ ઉપર મોટા ભાગે માછીમાર પરિવારો રહે છે. હવેઆ ટાપુમાં વોટિંગ કરાવવા માટે થઈને જે 50 લોકોની ટીમ બોટ દ્વારા જાય છે આ ટાપુ ઉપર અને 4757 મતદારો માટે ત્યાં મતદાન મથકો ઊભા કરાય છે. 

3. માધુપુર-જાંબુર મતદાન મથક- ગીર સોમનાથ  

  • આ મતદાન મથક ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠક હેઠળ આવે છે. આ મતદાન મથક એવું છે કે જ્યાં તમે જાઓને તો તમને એવું લાગે કે તમે કદાચ કોઈ આફ્રિકાના દેશમાં તો નથી આવી ગયો ને. અહી આફ્રિકન વંશજ ધરાવતા સીદી લોકો રહે છે. એમની માંતે અહી આ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે. 

2.રાશપ નેશ લીલીયા- ગીર સોમનાથ 

  • આ મતદાન મથક ગીર સોમનાથની ઉના બેઠક હેઠળ આવે છે. આ એક નાનકડો નેશ છે જે ગિરનાર જંગલની અંદર આવેલો છે. આ નેશની આજુબાજુમાં કોઈ લોકો રેટ નથી. ખાલી આ નેશમાં જેટલા લોકો રહે છે એમને એમનો વોટ આપવાનો અધિકાર મળી રહે એટલા માટે આ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. અહી કુલ 23 પુરુષો અને 19 મહિલાઓ સાથે માત્ર અને માત્ર 42 વોટર છે. 

1. બાણેજ મતદાન મથક- ગીર સોમનાથ 

  • આ મતદાન મથક ગીર સોમનાથ જિલ્લાની ઉના બેઠક હેઠળ આવે છે. ગીરના જંગલોનો અંદર બાણેજમાં આવેલ મંદિર અને ત્યાં રહે છે મંદિરના પૂજારી હરીદાસજી મહારાજ.  એકમાત્ર વોટર માટે થઈને અહી આમતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. અહી 8 લોકોનો સ્ટાફ જાય છે. 

એક મતનું મહત્વ કેટલું છે એ આપણને આ મતદાન મથક ઉપરથી સમજવા મળે છે. નોંધનીય છે કે, આપની લોકશાહી માટે વોટ કરવું ખુજ જ જરૂરી છે માટે તમામે મતદાન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ