બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Klaasen, Markram continue attack; Abhishek hits 63 runs off 23 balls

આઈપીએલ / ધી રાઈઝર્સ ! SRHએ IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર કર્યો, હાર્દિકના બોલર્સ હાંફ્યાં

Hiralal

Last Updated: 10:15 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડીયન્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકારી દીધો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ સર્જ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસના સૌથી વધારે 277 રન ખડકી દીધાં હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના બેટરોએ મુંબઈ ઈન્ડીયન્સના બોલરોના છક્કા છોડાવી દીધા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના 3 બેટરો અભિષેકે 23 બોલમાં 63, હેનરિચ ક્લાસેને 34 બોલમાં અણનમ 80 રન અને એડન માર્કરામે વિસ્ફોટક 42 રન બનાવ્યાં હતા. 

3 ખેલાડીઓ MIના બોલરોને ધોયાં 
સનરાઈઝર્સ હૈદરાબાદના 3 બેટરો અભિષેક, હેનરિચ ક્લાસેન અને એડન માર્કરામે વિસ્ફોટક બેટિંગ કરીને ટીમ માટે પહાડી સ્કોર ઊભો કર્યો હતો અને ટીમે 278 રનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો.

RCBનો 263 રનનો રેકોર્ડ ધ્વસ્ત 
સનરાઈઝર્સ હૈદરાબાદે કરેલો 277 રનનો સ્કોર આઈપીએલના ઈતિહાસનો સર્વોચ્ચ છે. આ પહેલા 23 એપ્રિલ 2013ના રોજ આરસીબીએ પુણે વોરિયર્સ સામે 5 વિકેટે 263 રન બનાવ્યા હતા તે વખતે ક્રિસ ગેલે 66 બોલમાં 175 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

ટ્રેવિસ હેડે 18 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી 
સનરાઇઝર્સની ટીમ માટે ટ્રેવિસ હેડે સૌથી પહેલા 18 બોલમાં આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. આ પછી અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડીને 16 બોલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી. આ સિઝનમાં હેડની આ પહેલી મેચ છે. તેણે 24 બોલમાં 62 રન બનાવ્યા હતા.

મુંબઈના બોલર્સ હાંફી ગયાં
હાર્દિકની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સ હૈદરાબાદના બેટરો સામે હાંફી ગયાં હતા. હાર્દિક પંડયા, ગેરાલ્ડ કોએત્ઝી અને પિયુષ ચાવલાએ 1-1 વિકેટ ઝડપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ